GUJARAT

તંત્રએ દિવસે નોટિસ લગાવી ને રાત્રે ધરાશાયી: માણેજા રાધા-કૃષ્ણ પાર્કમાં એકસાથે 9 મકાનોની છતની પેરાફિટ તૂટી પડી, 3 મહિલા ઈજાગ્રસ્ત – Vadodara News


વડોદરા શહેરના માણેજા ફાટક પાસે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે એકસાથે 9 મકાનની છતની પેરાફિટ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં ત્રણ મહિલાને નાની મોટી ઇજાઓ પહોંચી છે. આ ઘટના બનતા લોકોમાં ફફડાત વ્યાપી ગયો હતો. આ બનાવમાં

.

એકસાથે નવ મકાનની પેરાફિટ કકડભૂસ
શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડોદરા શહેરમાં ઠેર-ઠેર ઝાડ પડવા, હોર્ડિંગ તૂટી પડવા સહિત કેટલીક જર્જરીત ઇમારતોનો કેટલોક ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી. શહેરના માણેજા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે લોકો પોતાના ઘરમાં આરામ ફરમાવી રહ્યા હતા. દરમિયાન અચાનક એક સાથે આઠથી નવ મકાનોની છતની પેરાફિટ ધડાકા સાથે તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં ત્રણ જેટલી મહિલાને ઈજા પહોંચી હતી. મોડી રાત્રે ધડાકા સાથે એક સાથે 9 મકાનોના છતની પેરાફિટ તૂટી પડતા ઘર આગણે સૂઇ રહેલા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી મૂકી હતી. મોડીરાત્રે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સદભાગ્યે મોટી જાનહાની થઇ નથી.

બિલ્ડર સામે પગલાં ભરોઃ પિયુષભાઈ
આ મામલે મકાન માલિક પિયુષભાઈ પરમારે જણાવ્યું હતું કે, સોસાયટીમાં રો- હાઉસ મકાનો છે. જે પૈકી એક અમારા મકાનની છતની પેરાફીટ તૂટી પડી છે. જેમાં મારી પત્નીને વધારે ઈજા પહોંચી છે. 5થી 6 જગ્યા પર શરીરના ભાગે ક્રેક પડી છે. બિલ્ડરની બેદરકારી છે. તેની સામે પગલાં લેવા જોઈએ. 8થી 9 મકાનોની છત તૂટી પડી હતી. જ્યારે અનિતાબેને જણાવ્યું હતું કે, હું અને મારા પતિ બહાર બેઠા હતા અને બાળકને ખવડાવી રહ્યા હતા. દરમિયાન એકદમ જ ઉપરથી છતની પેરાફિટ તૂટી પડી. પેરાફિટ તૂટવાનો અવાજ થતાં લોકો દોડી આવ્યા હતા. મને માથામાં વાગ્યું હતું. અમે ફસાઈ ગયા હતા, જેથી બુમાબુમ કરતા લોકોએ દોડી આવી અમને બહાર કાઢ્યા હતા. અમે માંડ બચ્યા છીએ.

મોટા જોખમની દહેશત
ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા જર્જરીત મકાનોને નિર્ભયતાની નોટિસો આપવામાં આવી છે. સોમવારે સવારે વારસીયામા વર્ષો જૂની હવેલીનો એક ભાગ તૂટી પડ્યો હતો. નોટિસ આપ્યાના દિવસે જ માણેજા વિસ્તારમાં રો-હાઉસ 9 મકાનોના છતની પેરાફિટ તૂટી પડી હતી. ચોમાસાની શરૂઆત થઇ નથી ત્યાં શહેરમાં જર્જરીત મકાનો પડવાની ઘટનાઓ શરૂ થઇ છે. આવનાર દિવસોમાં જર્જરીત મકાનો મોટું જોખમ ઉભું કરી શકે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!