GUJARAT

વેપારી સાથે છેતરપિંડી: પાટણનાં વેપારી પાસેથી રોટાવેટરની ખરીદી રૂ 6 લાખ નહિં ચુકવીને શખ્સોએ છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઈ – Patan News

પાટણના સિદ્ધપુર રસ્તા નજીક આવેલી જીઆઈડીસીમાં કે.કે. રોટાવેટર તથા સબ મર્શિવલનો ધંધો કરતાં રાકેશ કચરાલાલ પટેલ પાસેથી જિતેન્દ્રસિંહ અને દિલસદખાન એક વર્ષ અને બે મહિના પૂર્વે તા. 10-5-23 નાં રોજ વિશ્વાસમાં લઇને રાકેશ પટેલ પાસેથી રૂા. 1.20 લાખની કિંમતનું એ

.

તા. 10-5-23 નાં રોજ હારીજનાં અડિયા ગામનાં જિતેન્દ્રસિંહે ઉપરોક્ત પાટણમાં રાકેશ પટેલની દુકાને જઇને રોટાવેટરનો સોદો રૂા. 1.20 લાખમાં કરીને અઠવાડીયામાં એરંડા વેચીને પૈસા આપવાનો વાયદો કરીને ચેક આપીને પૈસા ન આપું તો ચેક વટાવી દેવાનું કહેતાં રાકેશ પટેલે વિશ્વાસ રાખીને રોટાવેટર આપી દીધું હતું.

આ પછી હારીજનાં અડીયાનાં દિલસદખાન ખોખરે પણ રાકેશ પટેલની દુકાનેથી રૂા. 3.50.000નાં ત્રણ રોટાવેટર ખરીદીને તેનો ચેક આપ્યો હતો. બાદમાં રાકેશ પટેલે તા. 18-7-23 નાં રોજ પાટણની​​​​​​​ અર્બન બેંકમાં ચેક નાંખતા જે ચેક બેલેન્સનાં અભાવે બાઉન્સ થતાં તમણે ફોનથી પૈસાની ઉઘરાણી કરી હતી. તેઓ વાયદા કરતા હતા. તેઓ રુબરુ મળવા છતાં પૈસા ન આપતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!