GUJARAT

સૌરાષ્ટ્ર યુનિ.માં સપ્લીમેન્ટ્રી પરીક્ષા ન લેવાતા વિવાદ: સ્નાતક કોર્ષની સેમેસ્ટર 5, 6ની સપ્લીમેન્ટ્રી પરીક્ષા ન યોજાતા 10 હજારથી વધુ વિદ્યાર્થીને સમસ્યા – Rajkot News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક કોર્ષના સેમ-6 ના પરિણામો જાહેર થઈ ગયા છે, પરંતુ અનેક વિદ્યાર્થીઓ સેમ.5 અને સેમ.6માં એક બે વિષયોમાં નાપાસ થયા હોય તો તેઓને આવતા વર્ષે લેવાનાર જે તે સેમેસ્ટરની રેગ્યુલર પરીક્ષાઓના સમય સુધી રાહ જોવી પડતી હોય છે. જેને લીધે

.

વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માગ
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેમેસ્ટર 5 અને 6ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સમ્પ્લિમેન્ટ્રી પરીક્ષાનું આયોજન છેલ્લા 8 વર્ષથી કરી રહી હતી. પરંતુ આ વર્ષે હજુ આ પરીક્ષા ન યોજાતાં વિદ્યાર્થીઓમાં કચવાટ ઉભો થયો છે કે, ખાનગી યુનિવર્સિટીમાં કોઇ પણ સેમસ્ટરોના પરિણામો જાહેર થયાના 15 દિવસમાં સપ્લીમેન્ટ્રી પરીક્ષાઓ યોજે છે. તો અમારા પર અન્યાય શા માટે? રાજ્ય સરકાર પણ જો ધો.12ની પૂરક પરીક્ષાઓ યોજી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધિસોએ વિદ્યાર્થીલક્ષી સંવેદના દર્શાવીને છેલ્લા 8 વર્ષથી લેવાનાર સેમેસ્ટર 5 અને 6ની સ્પેશ્યલ સપ્લીમેન્ટ્રી પરીક્ષાઓ આ વર્ષે પણ તાકીદે યોજી પરિણામો જાહેર કરે. જેથી હજારો વિદ્યાર્થીઓ પોતે ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યા બાદ ખાનગી-સરકારી નોકરીઓ માટે ઉમેદવારી નોંધાવીને તેઓના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે.

વિદ્યાર્થીઓને સાથે રાખી આંદોલનની ચીમકી
વધુમા તેમણે જણાવ્યુ હતુ કે, અમને અનેક વિદ્યાર્થીઓની રજૂઆતો આવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક કોર્ષમાં 2016 પહેલા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને રેમિડિયલ પરીક્ષાઓ યુજીસીના નિયમો મુજબ લેવાતી નથી. પરંતુ અનેક વિદ્યાર્થીઓને એક વિષય પાછળ સમગ્ર ગ્રેજ્યુએશન ફરી કરવા મજબૂર થયા છે. ત્યારે સતાધિસો આ બાબતે પોતાના હાથમાં રહેલ સતાની રૂએ વિદ્યાર્થીલક્ષી બાબતે ઉપયોગ કરી આ તમામ વિદ્યાર્થીઓની કારકિર્દી અંગે સકાત્મારક નિર્ણય લઇને એક અંતિમ તક આપવામા આવે તેવી વિદ્યાથીઓની માંગ છે. તેમણે અંતમાં જણાવ્યું હતુ કે, અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની નોંધ લેશો તેવી ચીમકી ઉચ્ચારી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!