GUJARAT

વડોદરામાં ઢોર પાર્ટી પર હિંસક હુમલો, LIVE દૃશ્યો: રખડતી ગાયો પકડતા 3 પશુપાલકોની કર્મચારીઓ સાથે ઝપાઝપી, લાકડીથી માર માર્યો; છુટ્ટો પથ્થર મારીને ડ્રાઇવરનું માથું ફોડી નાંખ્યું – Vadodara News


વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવા ગયેલી પાલિકાના ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે પશુપાલકોએ ઝપાઝપી કર્યા બાદ લાકડીથી હિંસક હુમલો કર્યો હતો. એક કર્મચારીને તો છુટ્ટો પથ્થર મારીને માથું ફોડી નાખ્યું હતું, જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જ્યારે

.

3 પશુપાલકોની ઢોર ડબ્બાના કર્મચારીઓ સાથે ઝપાઝપી
શહેરમાં આજે ઢોર ડબ્બા પાર્ટી હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે રખડતા ઢોર પકડવા માટે ગઇ હતી ત્યારે 3 પશુપાલકોએ ઢોર ડબ્બા પાર્ટીની કર્મચારીઓ સાથે ઝપાઝપી કર્યા બાદ તેમના પર લાકડી અને પથ્થરોથી હુમલો કર્યો હતો. જેમાં કેટલાક કર્મચારીઓને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

ગાય પકડીને અમે હરણી ચેકપોસ્ટ પાસે ઉભા હતા
ઢોર પાર્ટીના કર્મચારી ધર્મેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે ગાય પકડવા માટે નીકળ્યા હતા અને ફરતા ફરતા ગોલ્ડન ચોકડી ખાતે પહોંચ્યા હતા. જ્યાં 4 ગાયો રખડતી હતી. આમાંથી અમે એક ગાય અને એક વાછરડીને પકડી હતી અને ગાય પકડીને અમે હરણી ચેકપોસ્ટ પાસે ઉભા હતા. આ સમયે ત્યાં એક ભરવાડ આવ્યો હતો. જેણે અમને કહ્યું હતું કે, ગાયને અહીં ઊભી રહેવા દો. જેથી, અમે ગાયને લઈને રોડની સાઈડમાં જઈને ઊભા રહ્યા હતા.

ધર્મેન્દ્રસિંહ સોલંકી, ઢોર પાર્ટીના કર્મચારી

ધર્મેન્દ્રસિંહ સોલંકી, ઢોર પાર્ટીના કર્મચારી

સાહેબને લાકડી મારી ને ડ્રાઈવરને માથામાં પથ્થર માર્યો
તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, ત્યારબાદ બીજા ચારથી પાંચ ભરવાડ આવ્યા હતા, જેમાં એક ભરવાડ પાસે લાકડી હતી. તેણે પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યું હતું અને ગાયને બાંધેલી રસ્સી કાપવા માંડ્યો હતો, જેથી અમે તેને રોક્યો હતો. અમે તેને રોકતા તેને અમારી ઉપર લાકડીઓથી પ્રહાર શરૂ કરી દીધો હતો. તેણે મને અને મારા સાહેબને લાકડી મારી હતી. આ ઉપરાંત અમારા ડ્રાઇવરને પણ માથામાં પથ્થર માર્યો હતો. જેથી અમે હરણી પોલીસ સ્ટેશન પહોંચ્યા છીએ. તમારી માંગ છે કે, અમને ન્યાય આપવામાં આવે.

વારંવાર આવી ઘટનાઓ બને છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ પ્રકારે પાલિકાની ઢોર પાર્ટી પર હુમલા કરીને ગાયો છોડાવી જવાની ઘટનાઓ વારંવાર બની ચૂકી છે તેમછતાં કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. પોલીસની હાજરીમાં જ હુમલો કરીને પશુપાલકો ગાયો છોડાવી જાય છે ત્યારે ઢોર પાર્ટીના કર્મચારીઓ તેમની સુરક્ષા અંગે પણ સવાલો કરી રહ્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!