GUJARAT

18 દિવસે પણ એ જ રટણ, તપાસ થઈ રહી છે…: રાજકોટ અગ્નિકાંડમાં SITની ગોકળગાયની ગતિ, સુભાષ ત્રિવેદીએ કહ્યું- દોષિતોને સજા જરૂર થશે – Rajkot News


રાજકોટ TRP ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે તાત્કાલિક SITની રચના કરી દેવામાં આવી હતી. તેમજ જલ્દીમાં જલ્દી દોષિતોને સજા અપાવવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. જો કે સંવેદનશીલ ગણાતી સરકાર હજુ પણ આ અગ્નિકાંડના 18 દિવસે પણ નક્કર કાર્યવાહી કરી શકી નથી. આ તપાસ વચ્

.

શું ભૂલો થઇ છે, તે દિશામાં પણ તપાસ ચાલે છેઃ સુભાષ ત્રિવેદી​​​​​​​એસઆઇટીના વડા સુભાષ ત્રિવેદીએ ​​​​​​​મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમામ મુદ્દા પર તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. આ સાથે ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. તેમજ ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શું ભૂલો થઇ છે, તે દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.

આ તપાસ ઊંડાણ પૂર્વક થઈ છેઃ સુભાષ ત્રિવેદી
રાજકોટ આવેલા સીટના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દુઃખદ ઘટના બની જે ગુનાની તપાસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આ બનાવથી સરકાર ચિંતિત છે. આ વિસ્તરેલી તપાસ છે, જેમાં અલગ-અલગ એજન્સીઓ સંકળાયેલી છે. એટલા માટે આ તપાસ ઊંડાણ પૂર્વક કરવી પડે કારણ કે, ઊંડાણ પૂર્વક તપાસ કરો તો જ દોષિત દંડાય અને નિર્દોષ માણસ આનો ભોગ ન બને. કાળજી પૂર્વક તપાસ કરવી જરૂરી છે. આ ઘટનામાં દોષિતને સજા મળે એ જરૂરી છે.

સુભાષ ત્રિવેદી, સીટના વડા

‘તમામ મૂદા ઉપર ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ થઇ રહી છે’
તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં ઘણા બધા લોકોની પૂછપરછ કરવામાં આવી છે, ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. અલગ-અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? ફાયર વિભાગે શું કામગીરી કરી છે? ફાયર સેફટી એક્ટ 2013-2023 જોગવાઈમાં ફાયર વિભાગ દ્વારા શું અમલવારી કરવામાં આવી? અન્ય વિભાગ શું કામગીરી કરી રહી છે? GDCR અને રૂડામાં શું નિયમો છે? ભવિષ્યમાં શું ધ્યાન રાખવું? ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શું ભૂલો થઇ છે? અથવા શું નિષ્કાળજી રાખવામાં આવી છે? આ તમામ મૂદા ઉપર ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ થઇ રહી છે અને તલસ્પર્શિ તપાસ થઇ રહી છે.

ઘટના સમયની તસવીર.

ઘટના સમયની તસવીર.

કમિશનર કચેરીનો ઘેરાવ અને રાજકોટ બંધનું કોંગ્રેસનું એલાન
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સીટના વડા શુભાષ ત્રિવેદીને બનાવવામાં આવ્યા છે, જેમની સામે વિરોધના ભાગરૂપે રાજકોટ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની અધ્યક્ષતામાં ત્રણ દિવસ સુધી ઉપવાસ ધરણા આંદોલન કરી પરિવારોને ન્યાય અપાવવા તેમજ નિર્લિપ્ત રાય, સુધા પાંડે અને સુજાતા મજમુદાર જેવા કડક અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરી હતી. જે બાદ હવે આગામી 15 તારીખે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ તેમજ 25 તારીખે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ગેમ ઝોનની આગ બાદની તસવીર.

ગેમ ઝોનની આગ બાદની તસવીર.

ગેમ ઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓ

  • તત્કાલીન ટી.પી.ઓ. એમ.ડી. સાગઠિયા
  • એ.ટી.પી. મુકેશ મકવાણા
  • મનપાના એ.ટી.પી. ગૌતમ જોશી
  • મનપાના સહાયક ઈજનેર જયદિપ ચૌધરી
  • ફાયર બ્રિગેડ અધિકારી રોહિત વિગોરા
  • મા. અને મ. વિભાગના મદદનીશ ઈજનેર પરેશ કોઠીયા
  • મા. અને મ. વિભાગના ના. કાર્યપાલક એમ. આર. સુમા
  • પોલીસ ડિપાર્ટમેન્ટના પી.આઈ.વી.આર. પટેલ
  • પોલીસ ડિપાર્ટમેન્ટના પી.આઈ. એન.આઈ. રાઠોડ
  • ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!