એ.આર.ટી.ઓ કચેરી ખાતે અન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
—
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામુ:હુકમ ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે
અમરેલી તા.૨૪ મે, ૨૦૨૪ (શુક્રવાર) અમરેલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વ્યાજબી કામ સિવાય આવેલા તમામ અન અધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી, જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરવામતું જાહેરનામું અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ હુકમનો ભંગ કરનાર સામે ધી ઈન્ડિયન પીનલ કોડ-૧૮૭૦ની કલમ-૧૮૮ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ફરજ પરનાર સહાયક મોટર વાહન નિરીક્ષક (વર્ગ-૩) કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા એ.આર.ટી.ઓ કચેરીના કર્મચારી તથા જિલ્લાના કોઈ પણ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમ સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમ તા.૨૨ જુલાઈ, ૨૦૨૪ સુધી અમલી રહેશે.
- Mr Rakesh Chavda
- Chef & Editer
- Team – ACNG TV
- Email :- Post News :- AntiCrimeNewsGujarat@gmail.com