GUJARATઅમરેલીગાંધીનગરજામનગરજૂનાગઢભાવનગરરાજકોટવડોદરાસુરત
Trending

ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અનુસરીએ

અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે

ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અનુસરીએ

અમરેલી તા.૨૪ મે૨૦૨૪ (શુક્રવાર) ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા (લુ લાગવાથી) માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે જે વધુ પડતી ગરમી મનુષ્યના આરોગ્ય માટે હાનિકારક છે. લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન વધે છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)થી બચવા યોગ્ય પગલાઓ ભરવા આવશ્યક છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી વધુ માત્રામાં પરસેવો થાય છેતેના લીધે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો થવોખૂબ તરસ લાગવીગભરામણ થવીચક્કર આવવાશ્વાસ ચઢવોહૃદયના ધબકારા વધી જવા સહિતની અસરો વ્યક્તિને અનુભવાઇ છે. આરોગ્ય પર થતી આ વિપરીત અસરોથી બચવા યોગ્ય પગલાઓ લેવાના રહે છે. ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતાસફેદસુતરાઉ કપડા પહેરવા જોઈએ. નાના બાળકોસગર્ભા માતાઓવૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ બને ત્યાં સુધી તડકામાં ફરવું નહી. દિવસ દરમ્યાન પુષ્કળ માત્રામાં પાણી અને લીંબુ શરબત સહિતનું પ્રવાહી પીતા રહેવું. ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને આવશ્યકતા જણાય ત્યારે ભીના કપડાથી શરીરને અવાર-નવાર લુછતું રહેવું. ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. માથાનો દુઃખાવો થવોબેચેની થવીચક્કર આવવાઉબકો કે તાવ આવે તો નજીકના દવાખાના કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર વિના વિલંબે તરત લેવી. હિટવેવને લગતા એલર્ટની વખતોવખતની સૂચનાઓને અનુસરવાની અને ગરમીથી બચવા સાવધ રહેવું. શ્રમકાર્યમાં જોડાયેલા હોય તેવા શ્રમિકવર્ગને સન સ્ટ્રોક (લુ) ની અસરોથી બચવા માટે ખાસ ધ્યાન રાખવાનું રહે છે. તેમણે ગરમીથી બચવાના ઉપાયો અનુસરવાના રહે છેતેમ અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

  • Mr Rakesh Chavda
  • Editer & Chef
  • Team – ACNG TV
  • Email Post News :-  AntiCrimeNewsGujarat@gmail.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!