GUJARAT

વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ લીધો: સોનગઢના ઉકાઈ ખાતે આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં ધોરણ 10નાં વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું – tapi (Vyara) News

તાપી જિલ્લાની સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલા આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. મૂળ કુકરમુંડા તાલુકાના ઈંટવાઈ ગામનો 15 વર્ષીય વિદ્યાર્થી વિવેક કુમાર પાડવી ત્યાં રહી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો.

.

અગમ્ય કારણોસર ધોરણ 10નાં વિદ્યાર્થીએ આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં કપડા સૂકવવાની નાયલોન દોરી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. વિદ્યાર્થી( વિવેક કુમાર પાડવી)એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવારને ઘેરાં પ્રત્યાઘાત લાગ્યા હતા. સમગ્ર મામલે ઉકાઈ પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!