GUJARATઅમરેલી

Breaking News / કપાસના બિયારણની ખરીદી પહેલા અને વાવેતર અગાઉ સાવચેતીના

પગલાઓ અનુસરવાઃ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)નો અનુરોધ

કપાસના બિયારણની ખરીદી પહેલા અને વાવેતર અગાઉ સાવચેતીના

પગલાઓ અનુસરવાઃ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)નો અનુરોધ

અમરેલી તા.૨૦ મે૨૦૨૪ (સોમવાર) હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં ચોમાસાની ઋતુ આગામી તા.૧૯ જૂનથી શરુ થાય તેમ છે. પિયતની સગવડ હોય તેમણે કપાસ પાકના આગોતરુ વાવેતર કરવું જોઇએ અન્યથા પાકના ઉત્પાદન પર અસર થવાની શક્યતા રહે છે. અધિકૃત લાઈસન્સ-પરવાનો ધરાવતા હોય તેવા સહકારી મંડળીઓસરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી  કરતી વેળાએ વેપારી પાસેથી તેના લાયસન્સ નંબરપૂરું નામસરનામું અને જે બિયારણ ખરીદ્યું હોય તે બિયારણનું નામલોટ નંબરઉત્પાદન અને મુદ્દત પૂરી થવા સહિતની વિગત દર્શાવતા, સહી સાથેના બિલ અવશ્ય લેવું. છેતરપીંડીનો અવકાશ ન રહે તે સાવચેતીના ભાગરુપે કાળજી લેવાની રહે છેજે અન્વયે લાઈસન્સ-પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓપેઢીઓ કે ફેરિયાઓ પાસેથી બિયારણની ખરીદી કરવી જોઇએ નહિે. રાજ્યમાં કપાસ પાકના વાવેતર માટે જરુરી બીટી કપાસના બિયારણનો અને જરુરી રાસાયણિક ખાતરોનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવું જેથી સંભવિત જોખમ નિવારી શકાય. જરુરિયાત મુજબ જુદી-જુદી જાત અને વિવિધ ગ્રેડના બિયારણ અને ખાતરની આગોતરી ખરીદી કરવા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) એ અનુરોધ કર્યો છે. બિયારણના કાળા બજારઅનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સિવાયના અન્ય ખાતર ફરજિયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો જિલ્લાની ખેતીવાડી કચેરીનો, કચેરી સમય (સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા) દરમિયાન અમરેલી જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી અમરેલી જિલ્લા ખેતી(વિસ્તરણ) કચેરી૩૦૧બી-બ્લોકબહુમાળી ભવનજિલ્લા આયોજન કચેરી સામેરાજમહેલ કમ્પાઉન્ડઅમરેલી પિન નં.૩૬૫૬૦૧ નો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)એ એક યાદીમાં જણાવ્યું છે.

 

  • Mr Rakesh Chavda
  • Editer & Chef
  • Team ACNG TV
  • Post News AntiCrimeNewsGujarat@Gmail.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!