GUJARAT

શિક્ષક દિવસની ઉજવણી: ઇડરના સાબલીના શિક્ષક દ્વારા શિક્ષણ અંગે થઈ રહી છે ઉત્તમ કમગીરી; જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ – sabarkantha (Himatnagar) News

આજે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો 136મો જન્મ દિવસ છે, ત્યારે સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે હૈ’ એ સફળ ઉક્તિને ચરિતાર્થ કરતા ડૉ.મીનાબેન એફ મનસુરી સાબલી જૂથ પ્રાથમિક શાળામાં 2014

.

આ શાળામાં હાલમાં કુલ 155 વિદ્યાર્થીઓ પૈકી 80 કન્યાઓ અભ્યાસ કરી રહી છે. હાલમાં ગુણોત્સવનું પરિણામ 71.95 ટકા છે. વધુમાં જણાવે છે કે, વર્ષ 2014માં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા તે સમયે શાળા C ગ્રેડમાં હતી. તેઓના અને શાળાની ટીમના અથાગ પ્રયત્નોથી શાળાને A ગ્રેડમાં પહોંચાડવા સફળ રહ્યા છે. વ્યવસાયિક સજ્જતા, વ્યવસાયિક વિકાસ, લેખન સંશોધન જેવા વિવિધ માપદંડો થકી જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે.

બાળકોમાં શિક્ષણની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, જ્ઞાન સાધના વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સાબલી ગામ એક છેવાડાનું ગામ છે. જ્યાં શિક્ષણ અંગે જાગૃતિ ઓછા પ્રમાણમાં છે. તેવામાં બાળકોના સર્વાંગી વિકાસમાં બુદ્ધિક્ષમતા વધે તે માટે મુખ્ય શિક્ષક ડૉ.મીનાબેન એફ મનસુરી પોતે અંગત રસ દાખવીને પોતાના ફ્રી સમયમાં કે બાળકોના રિસેસના સમયમાં બાળકોને ચેસની રમત શીખવે છે. જેના પરિણામે શાળાના બાળકોએ જિલ્લાકક્ષાએ ચેસ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ સાથે આચાર્યએ પોતે ચેસ રમતમાં જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે.

બાળકો માતૃભાષા સાથે અંગ્રેજી ભાષા શીખે તે માટે દર વર્ષે સ્વખર્ચે બાળકોને પ્રેક્ટિસ માટે ફોર લાઇનના ચોપડા આપે છે. બાળકોમાં સ્વસંચાલન અને પ્રામાણિક્તા વિકસે તે માટે બાળકો દ્વારા બચત બેંક અને ગ્રામહાટ ચલાવવામાં આવે છે. ગામલોકોના સહયોગથી સતત શાળાના ભૈતિક વિકાસ અર્થે પ્રયત્નશીલ રહે છે. “કામ કરે ઈ જીતે મનવા કામ કરે ઈ જીતે”ની ઉક્તિ જાણે તેમના મનોસ્મૃતિમાં વણાઈ હોય તેમ શિક્ષણની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!