GUJARAT

અમદાવાદમાં ધોળા દિવસે બે જગ્યાએ જાહેરમાં ફાયરિંગ: શાહપુરમાં મિલકતમાં ભાગ ન મળતા પિતાના મિત્રને જાનથી મારવાનો પ્રયાસ, ગોમતીપુરમાં અથડાવવા મામલે યુવકે ફાયરિંગ કર્યું – Ahmedabad News

અમદાવાદમાં 24 કલાકમાં બે જગ્યાએ બંદૂકથી ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. ગોમતીપુરમાં સામાન્ય એવી અથડામણની બાબતે યુવકે મહિલાને ડરાવવા માટે અજાણ્યા શખસો સાથે યુવતીના ઘર પાસે જઈને બંદૂકથી ફાયરિંગ કરીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ શાહપુરમાં પિતા

.

પિતાના મિત્રને જાનથી મારવાનો પ્રયાસ કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે જમીન દલાલીનો ધંધો કરતા મોહમદ આતિક મૂળ બનાસકાંઠાના પાલનપુરના વતની છે અને અમદાવાદના શાહપુરમાં રહે છે. તેમણે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે ગજુલખાન યાશીનખાન પઠાન સાથે ઘણા સમયથી મિત્રતા છે. જેથી તેમના દીકરા શાહજમાનને તેમના પિતા સાથે બનતુ નહીં હોવાથી તેને એવુ છે કે, હું તેમના પિતાને ચડામણી કરૂ છું. ગઈકાલે રાત્રે હુ વિમલ ઓટો એસેસરીઝ નામની દુકાન આગળ બેઠો હતો તે વખતે શાહજમાન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, મારા પિતાને મારા વિશે કેમ ચડામણી કરે છે.

બંદુકથી નિશાન તાકીને ટ્રીગર દબાવ્યું
તારી ચડામણીથી મારા પિતા મને મિલકતમાં ભાગ આપતા નથી. જેથી મેં તેને કહ્યું હતું કે, હું તારા પિતાને તારા વિશે ચડામણી કરતો નથી કે તારી સામે જોતો પણ નથી તેમ કહેતા તે એકદમ ગુસ્સામા આવ્યો હતો અને બંદૂક કાઢીને મને જાનથી મારી નાખવાના ઇરાદે મારા ઉપર બંદુકથી નિશાન તાકીને ટ્રીગર દબાવ્યું હતું પણ બંદુકમાથી ફાયરીંગ થયું નહોતુ. જેથી, હુ ગભરાઈ ગયેલ હતો અને ત્યાંથી મટન માર્કેટ તરફના રોડ પર ભાગી ગયો હતો. શાહજમાન તેનું વાહન લઈને મારી પાછળ પાછળ આવ્યો હતો. હું એક પાનના ગલ્લાની પાછળ સંતાઈ જતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધીને વઘુ તપાસ હાથ ધરી છે.

ગોમતીપુરમાં અથડાવવા મામલે મહિલાના ઘર પાસે હોબાળો કર્યો
અમદાવાદમાં ચાલીમાંથી પસાર થતો યુવક મહિલાને અથડાવવા મામલે બંદૂક અને તલવારો લઈને મહિલાના ઘર પાસે હોબાળો થયો હતો. ચાલીમાંથી પસાર થતો યુવક ઘર પાસે બેઠેલી મહિલાને અથડાયો હતો. આ યુવકને મહિલાએ જોઈને ચાલવાનું કહેતા તેણે બોલાચાલી કરી હતી. ત્યારબાદ તેના પરિવારજનો બંદૂક અને તલવાર જેવા હથિયાર લઈને મહિલાના ઘર પાસે આવીને હોબાળો કર્યો હતો. આ બાબતે મહિલાએ ત્રણ લોકો સામે ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા મોબાઈલમાં રિલ્સ જોતી હતી ને યુવાન અથડાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોમતીપુરમાં રહેતા નીશાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અભ્યાસ કરે છે અને તેમના પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. નીશાબેને ફરિયાદમાં કહ્યું હતું કે, 8મી જુલાઈએ રાતના સમયે હું ઘરની બહાર બેસીને મોબાઈલમાં રીલ્સ જોતી હતી. તે વખતે અમારી ચાલીમાં રહેતો કિરણ સોલંકી મને અથડાયો હતો. જેથી, મેં તેને જોઈને ચાલવાનું કહેતા તેણે મારી સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ આસપાસના લોકો આવી જતાં તે જતો રહ્યો હતો. ત્યારબાદ કિરણની માતા અને બહેનોએ મારા ઘર પાસે આવીને મારી માતાને જોરજોરથી બોલાચાલી કરી હતી.

પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
નીશાબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, સાંજે મારા પિતા ઘરની બહાર બેઠા હતાં. તે સમયે કિરણના સંબંધીઓ બંદૂક લઈને આવ્યા હતાં અને જોરજોરથી ગાળો બોલીને બૂમો પાડવા માંડ્યા હતાં. તેમની સાથે અન્ય અજાણ્યા શખસો પણ હાથમાં તલવાર લઈને આવ્યા હતાં. દીપક સોલંકી નામના વ્યક્તિએ ચાલીમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના અવાજથી ચાલીના લોકો ડરી ગયા હતાં અને તે જોરજોરથી બોલતો હતો કે, ધવલ સોલંકી ક્યાં છે? તેને જાનથી મારી નાંખીશું. જેથી મેં પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતાં. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!