GUJARAT

ટીમ મોદીમાં ગુજરાતના બે નવા ચહેરા: 5 કેબિનેટ મંત્રી-2નાં પત્તાં કપાયાં, 35 તાલુકામાં વરસાદનું આગમન, 4નાં મોત, આજે 15 જિલ્લામાં આગાહી – Gujarat News

મોદી ત્રીજી વખત PM બન્યા, નહેરુના રેકોર્ડની બરાબરી કરી

.

મહેસાણાનાં વડનગરનાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે…ભારતના ઇતિહાસમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન છે કે જેમણે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હોય…

શાહ, પાટિલ, નડ્ડા, જયશંકર, માંડવિયા બન્યા કેબિનેટ મંત્રી

વડાપ્રધાન મોદીનાં મંત્રીમંડળમાં ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ મંત્રી બનાવાયાં છે…ગુજરાતમાંથી અમિત શાહ, એસ જયશંકર, જેપી નડ્ડા, સીઆર પાટિલ અને મનસુખ માંડવિયાને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે…આ સિવાય નીમુબેન બાંભણિયાને રાજ્યકક્ષાના મંત્રીમાં બનાવવામાં આવ્યા છે…નવા મંત્રીમંડળમાં રૂપાલા અને દેવુસિંહ ચૌહાણની બાદબાકી કરાઈ છે.

ગુજરાતના 35 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો

ગઈકાલે ગુજરાતના 35 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો…અમદાવાદ, સુરત, વડોદાર, ભરૂચ, ભાવનગર સહિત ઘણાં જિલ્લામાં વરસાદનું આગમન થયું… હવામાન વિભાગના મતે આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદ પડી શકે છે…

વૃક્ષ નીચે દબાતા ત્રણ અને વીજળી પડતા એકનું મોત

ભરૂચ નજીક વરસાદ અને વાવાઝોડાને પગલે વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતાં કારમાં સવાર બે અને રિક્ષામાં સવાર એકનું મોત થયું છે… વૃક્ષ નીચે દબાતાં રિક્ષા અને સ્વીફ્ટ ડિઝાયર કારનો કડૂસલો બોલી ગયો હતો…વડોદરામાં પણ વીજળી ત્રાટકતાં એક યુવકનું મોત થયું છે…તો બોટાદમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં હોર્ડિંગ્સ ધરાશાયી થયા…

મહીસાગર નદીમાં ડૂબી જવાથી બે લોકોનાં મોત

વડોદરાના અમરાપુરા ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જતા બે લોકોના મોત થયા છે…સગાઈમાં આવેલા મહેમાનો ગરમીને કારણે મહી નદીમાં ન્હાવા ગયા હતા…જ્યાં નદીનાં વહેણમાં તણાઈ જતાં એક મહિલા અને એક પુરૂષનું મોત નિપજ્યું છે…

યુટ્યુબર રજત દલાલનું વધુ એક કારસ્તાન

યુટ્યુબર રજત દલાલે ગાંધીનગરના મેકડોનાલ્ડ્સમાં બબાલ કરી…સ્ટાફે મોડી રાત્રે સ્ટોરમાં બેસીને જમવાની ના પાડતા યુટ્યુબરે ગાળાગાળી કરી , વીડિયો બનાવ્યો. ગાંધીનગર પોલીસે યુટ્યુબર સામે ફરિયાદ દાખલ કરી છે ..

સુમુલ દૂધ મોંઘું થયું, લિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો

સુરતની સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે…અમુલ ગોલ્ડ 500 ગ્રામ પાઉચના 34, અમુલ તાજાના 27, અમુલ શક્તિના 31 રૂપિયા ચૂકવવા પડશે…જણાવી દઇએ કે, સુમુલ ડેરી તેની મોટાભાગની પ્રોડક્ટ અમૂલ બ્રાન્ડના નેજા હેઠળ વેચે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!