GUJARAT

સાત દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી: આ વર્ષે ભીમ અગિયારસે વાવણીનું મુહૂર્ત સચવાય તેવી શક્યતા, અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ – Valsad News


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં આજે (10 જૂન)એ દક્ષિણ

.

ગઈકાલે પણ રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ વરસ્યો હતો. જેમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી. રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં 5 લોકોનાં મોત થયાં છે. ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતાં ત્રણનાં મોત તો વડોદરામાં વીજળી પડતા એકનું મોત જ્યારે અમરેલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતા બોલેરો ચાલકનું મોત નીપજ્યું છે.

અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ
આજે અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વીજપડી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમરેલીના જાફરાબાદ તાલુકાના દુધાળા ગામમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો. દુધાળા સહીત આસ્પાસના ગામડામાં ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું હતું. રાજુલા અને સાવરકુંડલા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. રાજુલાના મોટા આગરીયા, માંડરડી સહીત આસપાસના ગામડામાં ભારે પવન સાથે વરસાદ વરસ્ય હતો. રાજુલા શહેરમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તો અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો હતો. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ હતો. વીજપડી ઘાંડલા રામગઢ લુવારા આસપાસ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે, 10 જૂનથી લઈને 16 જૂન સુધી ગાજવીજ સાથે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે તારીખ અને જિલ્લાઓની વિગત નીચે મુજબની છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદ વકી
સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

11 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી
12 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી ​​​​​​​
13 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી ​​​​​​​
14 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી ​​​​​​​
15 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી​​​​​​​
16 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી

કેરીના વેપારીઓમાં અને ખેડૂતોમાં દોડધામ મચી
વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગત રાત્રે વરસાદ ખાબક્યો હતો. રાત્રે 10થી 12 દરમિયાન ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કપરાડા તાલુકામાં 49 MM, ધરમપુર તાલુકામાં 74 MM વરસાદ પડ્યો હતો. ધરમપુરની ન્યુ APMCમાં કેરીના વેપારીઓમાં અને ખેડૂતોમાં દોડધામ મચી હતી. ધરમપુર APMCમાં કેરીના વેપારીઓ કેરી બચાવવા માટે પ્લાસ્ટિક અને તાડપત્રી વડે કેરીના કેરેટને ઢાંકીને કેરીને વરસાદથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

અમરેલીમાં બોલેરો ચાલક તણાયો
અમરેલીના બાબરામાં છેલ્લા 24 કલાકમાં 73 MM વરસાદ વરસ્યો હતો. જેને પગલે બાબરાના ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જે દરમિયાન સુખનાથ મંદિર પાસે નદીમાં બોલેરો ગાડી તણાઈ હતી. સ્થાનિકો લોકોએ વહીવટી તંત્રને જાણ કરતા તંત્ર ઘટના સ્થળ પર પહોંચી બોલેરોની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ, મામલતદાર અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા મોડીરાત સુધી શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બોલેરો ગાડી ચાલકનો મૃતદેહનો ફાયર વિભાગની ટીમને હાથ લાગ્યો હતો. મળતી માહિતી મુજબ બોલેરો ચાલક રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગુજરાતના ચારેય ઝોનમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ભાવનગર સહિત મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી. સાથે જ ભારે પવનના પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની તેમજ વીજપુરવઠો ખોરવાયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતાં એક મહિલા સહિત ત્રણનાં મોત નીપજ્યાં છે. જ્યારે વડોદરામાં વીજળી પડતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!