GUJARAT

બાળકોને સ્કૂલે મોકલવા મોંઘાં પડશે!: સ્કૂલ-વાનના ભાડામાં મહિને રૂ. 200 તો રિક્ષાના ભાડામાં રૂ. 100નો વધારો, RTOમાં બોજો વધતાં નિર્ણય લેવાયો – Ahmedabad News


13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે, ત્યારે આ વર્ષથી સ્કૂલ-વાન અને રિક્ષાનાં ભાડાંમાં એસોસિયેશન દ્વારા વધારો કરવા નિર્ણય કર્યો છે. RTOમાં પાસિંગ ખર્ચનો બોજો, ઇન્શ્યોરન્સ, પરમિટ સહિતના ખર્ચને લઈને ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલ- વ

.

આગામી શૈક્ષણિક સત્રથી નવો ભાવ લાગુ થશે
સ્કૂલ-વાન અને રિક્ષાચાલકો સામે RTO દ્વારા લાલ આંખ કરી કડકપણે નિયમોનું પાલન કરવા જાહેરાત કરવામાં આવી છે, જેથી અમદાવાદ સ્કૂલ વરધી એસોસિયેશનની બેઠક મળી હતી. આ બેઠકમાં RTOના નિયમોને લઈને 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે, જેથી સ્કૂલ વરધી એસોસિયેશન દ્વારા સ્કૂલ-વાન અને રિક્ષાનાં ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલ વરધી એસોસિયેશન સાથે અમદાવાદના 15 હજાર અને રાજ્યના 80 હજાર જેટલા વાન અને રિક્ષાચાલકો જોડાયેલા છે.

ત્રણ વર્ષ બાદ સ્કૂલ-વાન અને રિક્ષાનાં ભાડાંમાં વધારો
દર ત્રણ વર્ષે સ્કૂલ વરધી એસોસિયેશન દ્વારા સ્કૂલ-વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવે છે. છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ દરમિયાન CNG, પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થાય છતાં સ્કૂલ-વાન અને રિક્ષાનાં ભાડાંમાં વધારો કરવામાં આવતો નથી. નવો ભાવવધારો આગામી શૈક્ષણિક સત્રથી લાગુ થશે.

3 વર્ષથી અમે ભાડાવધારો કર્યો નહોતોઃ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ
સ્કૂલ વરધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લાં 3 વર્ષથી અમે ભાડાવધારો કર્યો નહોતો, પરંતુ આ વર્ષે પાસિંગ સહિતના ખર્ચ વધ્યા છે. ઉપરાંત મોંઘવારી વધી છે, જેને ધ્યાનમાં રાખીને અમે ભાડામાં વધારો કર્યો છે. ભાડામાં એક કિમીદીઠ રિક્ષામાં 100 રૂપિયા, જ્યારે વાનમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સ્કૂલ વરધી એસોસિયેશનની ભાડા મામલે બેઠક.

સ્કૂલ વરધી એસોસિયેશનની ભાડા મામલે બેઠક.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!