GUJARATઅમરેલીગાંધીનગર

કમોસમી વરસાદની આગાહીને અનુલક્ષી ખેડૂતોને તકેદારીના પગલા ભરવા અનુરોધ

અગમચેતી એ જ સલામતી

અગમચેતી એ જ સલામતી

કમોસમી વરસાદની આગાહીને અનુલક્ષી ખેડૂતોને તકેદારીના પગલા ભરવા અનુરોધ

અમરેલી તા.૧૪ મે, ૨૦૨૪ (મંગળવાર) હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૬ મે, ૨૦૨૪ દરમિયાન અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને  ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા અમરેલી જિલ્લાના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.

    કમોસમી વરસાદથી થતાં પાક નુકશાનથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરવામાં આવેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી, ઢગલાની નીચે વરસાદના પાણીને જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહિ તે મુજબ તે જથ્થાઓને ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી સાવચતીના આગોતરા પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

     આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી), તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી(તાલીમ) – KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮ ૦૦ ૧૮ ૦૧ ૫૫૧ નો સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

  • Mr Rakesh Chavda
  • Editer & Chef
  • TEAM – ACNG TV

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!