GUJARAT

નીલગાય આડી આવતા કિયા કારનો ભુક્કો, 2નાં મોત: ગાયને બચાવવા જતા સુરતથી વતન જઈ રહેલા પરિવારની કાર ઝાડમાં ઘૂસી, 4 ઈજાગ્રસ્ત, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો – Patan News


પાટણના સરસ્વતી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલો દેસાઈ પરિવાર વતન પહોંચે તે પહેલાં જ કાળનો ભેટો થયો હતો. કાર આડે નીલ ગાય આવી જતાં ડ્રાઈવર નીલ ગાયને બચાવવા જતાં કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી. જેથી કિયા

.

હોસ્પિટલમાં ભારે શોકમય વાતાવરણ બન્યું
સુરત રહેતો પરિવાર પોતાના વતનમાં માતાજીનો પ્રસંગ હોવાથી આવી રહ્યો હતો. ત્યારે રાત્રે તેઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પાંચ વર્ષના મોહિતકુમાર મહેશભાઈ દેસાઈનું અને 65 વર્ષીય ઈશાબહેન જીવાભાઇ દેસાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ચેતનાબેન રાજુભાઈ દેસાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ બનાવને પગલે સમાજના લોકો મોટી સંખ્યામાં પાટણ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા અને ભારે શોકમય વાતાવરણ બન્યું હતું.

રોડના વળાંકમાં જ નીલગાય આડે આવતા અકસ્માત
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના દેસાઈ પરિવાર સુરત રહે છે. ત્યારે ગણેશપુરા પોતાના વતનમાં જોગણી માતાજીના પ્રસંગ નિમિત્તે સુરતથી ગણેશપુરા આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે આશરે બે વાગ્યે આસપાસ સરસ્વતી તાલુકાના વગદોડથી વદાણી તરફના રોડના વળાંકમાં નીલગાય વચ્ચે આવતા કારચાલક રાજુભાઇ જીવાભાઈ રબારીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી કિયા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 6 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં બે લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ બાજુમાં આવેલા રામદેવપીર આશ્રમમાં રહેતા સ્વંયમ સેવકોને થતાં તેઓ દોડી આવ્યા હતા. તેમજ ગાડી ઉપર રબારી સમાજ લખેલ હોવાની જાણ થતાં રબારી સમાજના લોકોને તેઓએ જાણ કરી હતી. જેથી સમાજના લોકો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા
ઝાડ સાથે કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે, ટ્રેક્ટર વડે કારને ઝાડથી અલગ કરી બહાર કાઢવામાં આવી હતી. તેમજ 108ને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ ત્રણ 108 મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 5 વર્ષના મોહિતકુમાર મહેશભાઈ રબારી અને ઈશાબેન જીવાભાઈ રબારીનું મોત થયું હતું. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં કારચાલક રાજુભાઇ જીવાભાઈ દેસાઈ, જિનલબેન મેરેજભાઈ રબારી, ચેતનાબેન રાજુભાઇ દેસાઈ, ગીતાબેન ગોબરભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. મૃતક મોહિતકુમાર મહેશભાઈ મહેસાણાના દેવગામનો રહેવાસી છે અને રાજુભાઇ જીવાભાઈ દેસાઈનો ભાણેજ થાય છે, એ પણ ગામમાં પ્રસંગ હોવાથી મામા સાથે આવી રહ્યો હતો.

પૂર્વ સરપંચ દેવસિંહભાઈ નાગજીભાઈએ જણાવ્યું હતું કે, સુરતથી માતાજીનો પ્રસંગ હોઈ પરિવાર સાથે ઘરે આવતા હતા. કિયા ગાડી લઈને તેઓ નીકળ્યા હતા. આ દરમિયાન રાત્રે બે વાગ્યા આસપાસ વાગડોદ-વદાણી વચ્ચે નીલગાય આવી જતાં તેને બચાવવા જતાં બાવળના ઝાડ સાથે ગાડી અથડાઈ હતી અને અકસ્માત થયો હતો. ગાડીમાં 6 લોકો સવાર હતા. જેમાં બે લોકોના મોત થયા છે. બીજા દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!