GUJARATઅમરેલીગાંધીનગર

અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા મોટર કાર વાહનો માટેની

નવી સિરીઝ માટે ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા મોટર કાર વાહનો માટેની

નવી સિરીઝ માટે ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

અમરેલી તા.૧૬ મે, ૨૦૨૪ (ગુરુવાર) અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા નોન ટ્રાન્સપોર્ટ મોટર કાર વાહનો માટેની નવી સિરીઝ GJ 14 BG 0001 થી 9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૨૫.૦૫.૨૦૨૪ સાંજે ૪ વાગ્યા થી તા.૨૮.૦૫.૨૦૨૪ સાંજે ૪ વાગ્યા સુધીમાં કરી શકાશે. બિડિંગ સમયગાળો તા.૨૮.૦૫.૨૦૨૪ થી તા.૩૦.૦૫.૨૦૨૪ સુધી રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તા. ૩૦.૦૫.૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવશે.

     ઓનલાઈન ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે અરજદારે http://parivahan.gov.in/parivahan/ પર નોંધણી, યુઝર આઈ.ડી.પાસવર્ડ તૈયાર કરવા અને હરાજી,ચૂકવણુ કરવું, વાહન નંબર મેળવવા સહિતની પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. વાહન ખરીદીના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. અરજદારે અરજી પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવવા. અરજદાર જો નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવાની રહેશે. આર.બી.આઈ. દ્વારા નક્કી કરવામાં આવેલ દરે ઓનલાઈન ઈ-ઓકશનમાં, અરજદારે ચાર્જ ચૂકવવાનો રહેશે. હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીના નાણાં દિન-૫ (પાંચ) માં ભરપાઈ કરવા માટે એસ.એમ.એસ. કે ઈ-મેઈલથી જણાવવામાં આવશે. 

હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના રહેશે એટલે કે નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી રકમનું ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના એમ.આઈ.એસ.થી સફળ અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી તે અંગેની જાણ બેંકને કરવાની રહેશે. ઈ-ઓકશનમાં ભાગ લેવા માટેનો વીડિયો યુ ટ્યુબમાં ઈ-ઓકશન, આર.ટી.ઓ ગુજરાત સર્ચ કરવાથી મેળવી શકાશે. ઈનવોઈસ અથવા વિમાની તારીખ બેમાંથી જે વહેલા હોય તે તારીખથી સાત દિવસ થતા હોય તેવા વાહન માલિકો જ ઓકશનમાં ભાગ લઈ શકશે તેમ, અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

 

  • Mr Rakesh Chavda
  • Editer & Chef
  • TEAM – ACNG TV

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!