વર્ષ-૨૦૨૪ના નવા સત્ર માટે અમરેલી આઇ.ટી.આઈ ખાતે પ્રવેશ પ્રક્રિયા શરુ
તા.૧૩ જૂન, ૨૦૨૪ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે
અમરેલી તા. ૧૬ મે, ૨૦૨૪ (ગુરુવાર) અમરેલી આઇ.ટી.આઇ. ખાતે વિવિધ ૨૫ જેટલા ટ્રેડમાં અભ્યાસક્રમ શરુ છે. આ ટ્રેડ-અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરુ હોય, તા.૧૩ જૂન, ૨૦૨૪ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ શકશે. આઇ.ટી.આઇ. ખાતેના વિવિધ પ્રકારના આ ટ્રેડસમાં, ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારી આપતા અને અભ્યાસ કરનાર પોતે પણ સ્વરોજગારી મેળવી શકે તે રીતે અનુભવી સ્ટાફ દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવે છે. ઔદ્યોગિક એકમોમાં રોજગારી મળી રહે અને તેવા એકમોની જરુરિયાતો-માંગને અનુરુપ હોય ટ્રેડ પરની બેઠકો પર પ્રવેશ મેળવી શકાશે. સરકારી અને ખાનગી નામાંકિત એકમોમાં પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસશીપ તથા રોજગારી પૂરી પાડતા ઇલેક્ટ્રોનિક્સ, ફિટર, મિકેનિક મોટર વ્હિકલ, ડિઝલ મિકેનિક, ફાયર વેલ્ડર, પ્લમ્બર, આર્મેચર, ટુ વ્હિલર રીપેરર, બ્યુટી પાર્લર, સીવણ ટ્રેડમાં પ્રવેશ મેળવી શકાય છે.
ફી અંગેની વિગતો માટે સંસ્થા ખાતે સંપર્ક કરવો. પ્રવેશ માટે ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએશન કર્યુ હોય તેવા ઉમેદવારો તા.૧૩ જૂન, ૨૦૨૪ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે, આ પ્રક્રિયા માટે આઇ.ટી.આઇ અમરેલી ખાતે નિઃશુલ્ક હેલ્પ સેન્ટર સુવિધા ઉપલબ્ધ છે. મો. ૯૭૧૨૨૭૯૭૨૭ વ્હોટ્સએપ નંબર પર પોતાના ડોક્યુમેન્ટ મોકલવાથી ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકાશે, તેમ અમરેલી આઇ.ટી.આઈ.ના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
- Mr Rakesh Chavda
- Editer & Chef
- TEAM – ACNG TV