બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા અરજી કરી હોય તેવા ખેડૂતોએ તા.૨૦ મે સુધીમાં સાધનિક પુરાવાઓ અને અરજીની નકલ બાગાયત કચેરી ખાતે જમા કરાવવા
અમરેલી તા.૧૪ મે, ૨૦૨૪ (મંગળવાર) બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માટે સહાય મેળવવા ઇચ્છુક હોય તેવા ખેડુતોએ, તા.૧૨.૦૩.૨૦૨૪ થી તા.૧૧.૦૫.૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરી હતી. સહાય મેળવવા ઇચ્છુક હોય અને આ સમયાગાળમાં અરજી કરી હોય તેવા ખેડૂતોએ પોતાની અરજી, ૭/૧૨, ૮-અ, બચત બેંક ખાતા પાસબુક, આધારકાર્ડની નકલ સહિતના જરુરી સાધનિક પુરાવા સહિતની વિગતો તા.૨૦ મે, ૨૦૨૪ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ,અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતે બિનચૂક જમા કરાવવાના રહેશે. આ અંગેની વધુ વિગત માટે ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર સંપર્ક કરવો તેમ અમરેલી નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
- Mr Rakesh Chavda
- Editer & Chef
- TEAM – ACNG TV