શ્વાસ થંભાવી દેતો ગમખ્વાર અકસ્માત, CCTV: વડોદરામાં દંપતીને ઉડાડી દીવાલ તોડી બેફામ સ્કોર્પિયો હોસ્પિટલમાં ઘૂસી, પત્નીનું કમકમાટીભર્યું મોત, પતિ ગંભીર – Vadodara News
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રે એક સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલાં દંપતીને અડફેટે લીધું હતું અને કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમ
.
સીસીટીવીમાં શું જોવા મળે છે
સીસીટીવામાં જોવા મળે છે કે સ્કોર્પિયો કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી, અકસ્માત કર્યા બાદ કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. 100 ફૂટથી વધુ આડી થઈ કાર ઢસડાઈ હતી અને બાદમાં હોસ્પિટલ પરિસરની એક દીવાલ અને વીજપોલ તોડી અંદર ઘૂસી પલટી મારી ગઈ હતી.
પત્ની શિલ્પાબેનનો લોહીથી લથબથ મૃતદેહ.
બનેવીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
સમા રોડ પર આવેલી ભવિતા પાર્ક સોસાયટીમાં રહેતા બિપિનભાઈ જેરામભાઈ પ્રજાપતિએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગતરાત્રે 11 વાગ્યે હું મારા ઘરે હાજર હતો, ત્યારે એક મિત્રનો મારા પર ફોન આવ્યો હતો કે તમે તાત્કાલિક પ્રીત પાર્ટી પ્લોટની બાજુમાં આવી જાઓ, તમારા સાળા વિપુલભાઈ અને તેમનાં પત્ની શિલ્પાબેનનો અકસ્માત થયો છે, જેથી હું તથા મારી નજીકમાં રહેતા મારા સાઢુ રોહિતભાઈ સવાણી અમારી ગાડી લઈને પ્રીત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયેલા હતા.
પતિની હાલત પણ ગંભીર.
વિપુલભાઈ આઇસીયુમાં દાખલ
જ્યાં મારા સાળા વિપુલભાઈ અને તેમની પત્ની શિલ્પાબેનને સ્કોર્પિયો કાર (GJ-23-M-8877)એ ટક્કર મારી હતી અને કારચાલક અકસ્માત કરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. શિલ્પાબેનને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ મારા સાળાને જમણા પગ, ડાબા હાથ અને પાંસળીઓમાં ઈજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા. વિપુલભાઈને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
પતિ-પત્નીની ફાઈલ તસવીર.
લોકોનાં ટોળેટોળે એકત્ર થઈ ગયાં હતાં
ઘટનાની જાણ થતાં સમા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને પોલીસે આરોપી કારચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના CCTV ચેક કરતાં એમાં કાર અકસ્માત કરીને પલટી મારી જતી દેખાય છે. અકસ્માત બાદ સ્થળ પર લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં.
હોસ્પિટલના કમ્પાઉન્ડને નુકસાન પહોંચ્યું.
ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં.