GUJARAT

સુરતની સ્મિમેર કોલેજ શર્મસાર: રેસિડેન્ટ ડોક્ટરે રંગરેલિયા માટે થાઈ ગર્લ બોલાવી, ઝઘડો થતાં ગર્લને ફડાકો ઝીંક્યો, અસ્તવ્યસ્ત કપડાંમાં બહાર ભાગતાં ફજેતી, તપાસના આદેશ – Surat News


સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. એક રેસિડન્ટ ડોક્ટરે સેટરડે નાઇટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઈ ગર્લને બોલાવી હતી. હોસ્ટેલના રૂમમાં આ થાઈ ગર્લને લઈ ગયા બાદ રંગરેલિયા મનાવે

.

દિવ્ય ભાસ્કર દ્વારા હોસ્ટેલમાં તપાસ કરવામાં આવતાં દારૂ અને બિયરની ખાલી બોટલો મળી આવી હતી. હોસ્ટેલમાં સીસીટીવી હોવા છતાં આ રીતના ગોરખધંધાઓ થતા હોવા છતાં તંત્ર દ્વારા આંખ ખાડા કાન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

રેસિડન્ટ ડોક્ટરે ચોરી-છૂપી રીતે થાઈ ગર્લને હોસ્ટેલમાં બોલાવી
મળતી માહિતી પ્રમાણે, સ્મિમેર હોસ્પિટલના કેમ્પસમાં જ મેડિકલ કોલેજ આવેલી છે. અહીં પટાંગણમાં જ રેસિડન્ટ ડોક્ટરોની હોસ્ટેલો પણ છે. શનિવારે મધરાત્રે 1 વાગ્યે બોય્સ હોસ્ટેલમાં મોટો બખેડો થયો હતો. એક રેસિડન્ટ ડોક્ટરે વેસુથી થાઈ ગર્લને બોલાવી હતી. હોસ્પિટલ-કોલેજ કેમ્પસમાં મોડીરાત્રે સન્નાટા વચ્ચે રેસિડન્ટ ડોક્ટરે ચોરી-છૂપીથી થાઈ ગર્લને લઇ હોસ્ટેલમાં પહોંચી ગયો હતો.

રેસિડન્ટ ડોક્ટરોની હોસ્ટેલ.

અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં યુવતી બહાર ભાગી
જોકે રૂમમાં પ્રવેશતાં જ કોઈક કારણોસર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. શાબ્દિક ટપાટપી બાદ રેસિડન્ટ ડોક્ટરે આવેશમાં આવી થાઈ ગર્લને લાફો મારી દીધો હતો. એને પગલે સમસમી ઊઠેલી થાઈ ગર્લ પોતાનાં અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઈ હતી. એને પગલે હોસ્ટેલના અન્ય ડોક્ટરો, સ્ટાફ વગેરે પણ બહાર દોડી આવ્યા હતા અને ભારે ઊહાપોહ મચી ગયો હતો.

યુવતીને જોઈ સૌકોઈ શરમજનક હાલતમાં મુકાયા
પોતે ક્ષોભજનક સ્થિતિમાં હોવા છતાં ગભરાઈ ગયેલી આ થાઈ ગર્લ નજીકના સિક્યોરિટી ગાર્ડ અને બાદમાં સ્મિમેરમાં તહેનાત પોલીસકર્મીઓ પાસે પહોંચી ગઈ હતી. આ યુવતીને જોઈ સૌકોઈ શરમજનક હાલતમાં મુકાઈ ગયા હતા. અંગ્રેજીમાં વાતચીત કરતી આ યુવતીએ ઓર્થો.ના રેસિડન્ટ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. નાઈટ ડ્યૂટીમાં હાજર આરએમઓ સહિતના ઉચ્ચ તબીબી અધિકારીઓ પણ ત્યાં ધસી ગયા હતા.

હોસ્ટેલનો બી બ્લોક.

હોસ્ટેલનો બી બ્લોક.

વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
રેસિડન્ટે થાઇ ગર્લને હોસ્ટેલમાં બોલાવીને બાદમાં બંને વચ્ચે થયેલી માથાકૂટની વાત વાયુવેગે કોલેજ અને હોસ્પિટલ વર્તુળમાં પ્રસરી ગઇ હતી. સ્મિમેરની આબરૂના લીરેલીરા ઉડાવનાર આ ઘટના મધરાત્રે વરાછા પોલીસ મથકે પહોંચી હતી. એ બાદમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની પણ વાત છે. થાઈ ગર્લ બોલાવનાર રેસિડેન્ટ ડોક્ટર અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે.

CCTV ચેક થાય તો અનેક કાંડ સામે આવી શકે
સરસ્વતીના ધામના આબરૂના ધજાગરા ઉડાડવાની આ ઘટનામાં દાખલો બેસે એવાં પગલાં ભરવાને બદલે પ્રશાસને સમગ્ર પ્રકરણને દબાવી દેવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. કોલેજ કેમ્પસના સીસીટીવી કેમેરામાં સમગ્ર કાંડ કેદ થયો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ આ દિશામાં તપાસ કરાવે તો મેડિકલ કોલેજમાં ચાલતા ગોરખધંધાની પોલ ઉઘાડી પડે એમ છે. હાલ તો મેડિકલ કોલેજના ડીન દીપક હોવલે દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ડો. રાજેન્દ્ર જોશી, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્મિમેર મેડિકલ કોલેજ.

ડો. રાજેન્દ્ર જોશી, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્મિમેર મેડિકલ કોલેજ.

તપાસના આદેશ અપાયા છેઃ ડીન
આ મામલે મેડિકલ કોલેજના ડીન દીપક હોવલેએ જણાવ્યું હતું કે આ તમામ બાબત અમારા ધ્યાન પર આવી છે. કમિટી બનાવીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હોસ્ટેલમાં આ રીતની ઘટના બની હોવાથી કમિટી બનાવીને આખી ઘટનાની હકીકત જાણવામાં આવશે. જે કોઈ આ મામલે જવાબદાર છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

હોસ્ટેલમાંથી દારૂ-બિયરની ખાલી બોટલો મળી દારૂ-બિયરની ખાલી બોટલો હોસ્ટેલમાં લાવવામાં આવી હતી ત્યાં દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું. તપાસ કરતાં હોસ્ટેલના બી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર પર જ પાછળની સાઈડ નશાકારક પદાર્થો સહિતની વસ્તુઓ મળી આવી હતી. પાછળની સાઈડે ઠેર-ઠેર દારૂ અને બિયરની બોટલો પડેલી હતી. પાર્કિંગમાં જ અલગ-અલગ જગ્યાઓ પર તપાસ કરવામાં આવતાં સિગારેટનાં પેકેટો પણ મળી આવ્યાં હતાં.

સીસીટીવી હોવા છતાં હોસ્ટેલમાં ગોરખધંધા
સ્મિમેર મેડિકલ કોલેજની આખી નર્સિંગ કોલોનીની હોસ્ટેલની તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે છતાં પણ રેસિડન્ટ દ્વારા આ રીતનાં કામ કરવામાં આવી રહ્યાં છે. હોસ્ટેલમાં બનેલો સમગ્ર કાંડ સીસીટીવીમાં કેદ પણ થઈ ગયો છે. બે દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!