GUJARAT

દ્વારકા ક્રાઈમ ન્યૂઝ: દ્વારકામાં અમદાવાદના આસામીનો મોબાઈલ ફોન ચોરાયો, ખંભાળિયામાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી – Dwarka News

અજાણ્યા મહિલાના મૃતદેહની ઓળખ કરી પરિવારજનોને સોંપાયો
કલ્યાણપુર નજીકના રાણપરડા ગામના સીમ વિસ્તારમાંથી બે દિવસ પૂર્વે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની જાણ પોલીસ તંત્રને કરવામાં આવતા પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.આ

.

દ્વારકામાં અમદાવાદના આસામીનો મોબાઈલ ફોન ચોરાયો…
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પ્રદીપ દેવજીભાઈ મકવાણા નામના 44 વર્ષના યુવાન ગત તારીખ 31મે ના રોજ દ્વારકા આવ્યા હતા. ત્યારે ગોમતી ઘાટથી સ્વામિનારાયણ મંદિર નજીકના રોડ પર તેમનો રૂપિયા 14,000ની કિંમતનો મોબાઈલ ફોન કોઈ ગઠિયો ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ તેમના દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ખંભાળિયામાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી…
ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા કિશન અરવિંદભાઈ ડાભીને કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 30,000 ના મોટર સાયકલ પર ડ્રાયવિંગ લાયસન્સ વગર નીકળતા પોલીસે રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. અન્ય એક કાર્યવાહીમાં ટ્રાફિક પોલીસે કંચનપુર ટોલનાકા પાસેથી પીધેલી હાલતમાં રૂપિયા 50 હજારની કિંમતના બુલેટ મોટર સાયકલ પર નીકળેલા દાતા ગામના દશરથસિંહ રણુભા પરમારને તેમજ તુલસી પાર્ક વિસ્તારમાં રહેતા રફીક આમદભાઈ ઘાવડા (ઉ.વ. 49) ને પોલીસે પીધેલી હાલતમાં રૂપિયા 50 હજારની કિંમતનું મોટરસાયકલ લઈને નીકળતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!