GUJARAT

વાલીઓ પર પુસ્તકો-યુનિફોર્મ ખરીદવા દબાણ: સંત કબીર, ઉદગમ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ, સોમલલિત, માઉન્ટ કાર્મેલ, વેદાંત ઈન્ટરનેશનલ અને લિટલ સ્ટાર સ્કૂલ સામે NSUIનો આક્ષેપ – Ahmedabad News


નીટના પરીક્ષા અને પરિણામમાં ગોબાચારીના થયેલા આક્ષેપને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા નીટ મામલે રસ્તા પર બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIએ માંગ કરી છે કે, નીટની પરીક્ષા ફરીથી લેવા

.

વાલીઓને સ્કૂલમાંથી જ પુસ્તક-યુનિફોર્મ ખરીદવા દબાણ
આ ઉપરાંત અમદાવાદની સ્કૂલોમાં ચાલતી વેપારવૃત્તિ અંગે પણ NSUIએ DEO કચેરીએ વિરોધ કર્યો હતો. NSUIના પૂર્વ પ્રમુખ આસીફ પવારે આક્ષેપ કર્યો છે કે, કેટલીક સ્કૂલો વાલીઓને પુસ્તકો અને યુનિફોર્મ સ્કૂલમાંથી જ ખરીદવા દબાણ કરે છે. FRCના નિયમ મુજબ સ્કૂલ પુસ્તકો અને યુનિફોર્મ તેમની જગ્યાએથી જ લેવા દબાણ ન કરી શકે. અમદાવાદની સંત કબીર, ઉદગમ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ, સોમલલિત, માઉન્ટ કાર્મેલ, વેદાંત ઈન્ટરનેશનલ અને લિટલ સ્ટાર સ્કૂલ દ્વારા દબાણ કરવામાં આવે છે. NSUIએ આ અંગે આવેદન પાત્ર પણ આપ્યું છે.

પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી
નીટમાં એક સાથે 67 લોકોને પૂરા માર્કસ આવ્યા છે. પ્રથમ વખત એક સાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના પૂરા માર્કસ આવ્યા છે. પરીક્ષા અને પરિણામમાં ગોટાળો થયો હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના બહાર જાહેર રોડ પર NSUIના કાર્યકરોએ બેસીને રસ્તો બંધ કરી વિરોધ કર્યો હતો. પોલીસે તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી અને રસ્તો વાહનચાલકો માટે ખુલ્લો કર્યો હતો.

સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ફરી પરીક્ષા લેઃ NSUI
NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, નીટનું પરિણામ 14 જૂનના આવવાનું હતું, પરંતુ 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે લોકોનું ધ્યાન રહે તે રીતે જાહેર કરવામાં આવ્યું છે. લાખો વિદ્યાર્થીઓ ડોકટર બનવા માટે નીટની પરીક્ષા આપે છે. સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નીટની પરીક્ષા ફરીથી લે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!