GUJARAT

રૂ.112 કરોડનો CETP પ્લાન્ટ બંધ કરાયો: દાણીલીમડા-બહેરામપુરાની 700 ફેક્ટરીઓને GPCBએ 2 મહિના આપ્યાં છતાં ધારાધોરણ જાળવ્યું નહીં, એસો. કહ્યું અમે નિયમોનું પાલન કરીશું – Ahmedabad News


ગુજરાત હાઇકોર્ટ દ્વારા સાબરમતી નદીમાં ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી છોડવા મામલે કરેલી ગંભીર ટકોર બાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી 700થી વધુ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી. જેને ચાલુ કરવા માટે ભાજપ અને AIMIMના

.

પ્લાન્ટના ઓપરેશનની કોઈ લોગબુક મેઈન્ટેઈન કરવામાં આવી નહોતી
GPCB દ્વારા છેલ્લા બે મહિનામાં ચાર વખત CETP પ્લાન્ટ ખાતે તપાસ કરી અને વિવિધ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં 600થી વધુ ફેક્ટરીઓ દ્વારા વધુ પ્રમાણમાં ગંદુ પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં છોડવામાં આવતું હતું. પ્લાન્ટના ઓપરેશનની કોઈ લોગબુક મેન્ટેન કરવામાં આવી નહોતી. ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હતો અને મોટા પ્રમાણમાં ખુલ્લા પ્લોટમાં કચરો જોવા મળ્યો હતો. જેને લઈને GPCB દ્વારા પ્લાન્ટને બંધ કરાવી દીધો છે અને એક પણ ફેક્ટરીને પ્લાન્ટમાં પાણી ન છોડવા સ્પષ્ટ સૂચના આપી દીધી છે. કોઈપણ ફેક્ટરી દ્વારા પ્લાન્ટમાં પાણી ન છોડવામાં આવે તેનું સતત ધ્યાન રાખવા કહ્યું છે. CETP પ્લાન્ટમાં આઉટલેટમાં ધારાધોરણ મુજબ પાણી છોડાય તે રીતનું જણાવવામાં આવ્યું છે.

વધારે ક્ષમતાથી ગંદુ પાણી છોડતા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરાયો
દાણીલીમડા-બહેરામપુરા આસપાસ આવેલી 700થી વધુ ફેક્ટરીઓ જેને હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે બંધ કરાવી દીધી હતી, તેને ચાલુ કરાવવા માટે બે વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને AIMIMના નેતા સાબીર કાબલીવાલા દ્વારા રાજ્ય સરકારની 30 ટકા અને કેન્દ્ર સરકારની 50 ટકા ગ્રાન્ટ અને અમદાવાદ હેન્ડ્સ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશનના 20 ટકા મળી રૂ. 112 કરોડના ખર્ચે નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2023માં આ પ્લાન્ટ શરૂ તો કરાવ્યો પરંતુ, ફેક્ટરીના માલિકો દ્વારા વધારે ક્ષમતાથી ગંદુ પાણી છોડવામાં આવતા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે.

GPCBએ ધારાધોરણ જાળવવા કહ્યું છતાં ન જળવાયું
અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ આરીફભાઈ પોમચાવાલાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા CETP પ્લાન્ટ બંધ કરવા અંગેની નોટિસ આપી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અમને જે ધારા ધોરણ અને નિયમો મુજબ ગુણવત્તા જાળવવાનું કહ્યું છે તે અમે થોડા દિવસોમાં પૂર્ણ કરીશું. COD અને BODનું પ્રમાણ વધુ આવી રહ્યું છે. જેને લઈને અમે પણ તપાસ કરી રહ્યા છીએ. TSSનો પ્રોબ્લેમ છે, જેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લાન્ટની નોડલ એજન્સી છે. જોકે, હવે તમામ બાબતોને અમે હાથ પર લેવા માંગીએ છીએ. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અધિકારીઓ સાથે બેઠક કરવાના છીએ. છેલ્લા બે મહિના દરમિયાન જીપીસીબી દ્વારા જે ધારા ધોરણ મુજબ અને નિયમો મુજબ પ્લાન્ટમાં પાણી છોડવા અને અન્ય સૂચના આપી હતી છતાં તેને કેમ પૂર્ણ ન કરવામાં આવી તેમ અમને તેઓએ હશો જવાબ આપ્યો ન હતો.

ફેક્ટરી માલિકોને સ્કાડા મીટર લગાવવા કહ્યું
એક વર્ષ પહેલા દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં આવેલી 600થી વધુ ફેક્ટરીઓને શરૂ કરાવવા માટે AIMIMના નેતા સાબીર કાબલીવાલાએ પણ ખૂબ પ્રયત્ન કર્યા હતા. ફેક્ટરી માલિકો માટે તેઓએ ભાજપના નેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહ સાથે મળી પ્લાન્ટ શરૂ કરાવ્યો હતો. જોકે હવે તેઓ ફેક્ટરી માલિકોના વિરુદ્ધમાં હોય તેમ લાગી રહ્યું છે. સાબીર કાબલીવાલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, CETP પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ થવા માટે જે પાણીની ક્ષમતા નક્કી કરવામાં આવી હતી તેના કરતાં વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ફેક્ટરી માલિકોને સ્કાડા મીટર લગાવવા માટે કહ્યું છે. આ ઉપરાંત એક અન્ય પાઇપલાઇન પણ નાખવામાં આવનાર છે. જ્યાં મીટર લગાવવામાં આવશે જેથી નિયમ અને ધારા ધોરણ મુજબ પાણી છોડી શકાય.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!