GUJARAT

બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી: અમદાવાદ-રાજકોટમાં સાંજ બાદ ધોધમાર વરસાદ, જેતપુરમાં એકનું મોત અને બે ઈજાગ્રસ્ત – Ahmedabad News


રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આણંદ, સાબરકાંઠા, સુરેન્દ્રનગ

.

સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો
શહેર અને ગ્રામ્ય પંથકના વાતાવરણમાં સાંજના સમયે પલટો આવ્યો હતો અને પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેતપુર તાલુકાના ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા, હરીપર સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા થયાં હતા. આ વખતે પડેલી ભારે ગરમી અને ઉકળાટ બફારા વચ્ચે પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તે સિવાય આજે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી હતી. જેના પગલે રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરનાં ઘુમા, બોપલ, સિંધુભવન રોડ, ભાડજ, આંબલી, ઇસ્કોન, જગતપુર, ગોતા, ન્યુ ગોતા, રાણીપ, ચાંદખેડા, વૈષ્ણોદેવી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે, 10 જૂનથી લઈને 16 જૂન સુધી ગાજવીજ સાથે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે તારીખ અને જિલ્લાઓની વિગત નીચે મુજબની છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદ વકી
સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

11 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી

12 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી

13 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી

14 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી ​​​​​​​

15 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી​​​​​​​

16 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!