અમરેલી

Gujarat Waiting for Rain:પાલીતાણામાં ધીમીધારે તો જેતપુરમાં વાવણીલાયક વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી


  • ભાવનગરના પાલિતાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ
  • રાજકોટના જેતપુર તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો
  • પવન સાથે શહેર અને ગ્રામ્ચ વિસ્તારમાં વરસાદ

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અંગ દાઝડતી ગરમી વરસી રહી છે ત્યારે હવે આકાશેથી કાચું સોનું વરસે અને તરસી રહેલી ધરતીને તૃપ્ત તેની લોકો રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે ટૂંક સમયમાં ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે તો સાથે સાથે જણાવ્યું છે કે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે વરસાદ થઈ શકે છે. ત્યારે, આજે ભાવનગર જિલ્લાના પાલિતાણામાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે, ભાવનગરના પાલિતાણા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આખા દિવસના ભારે ઉકળાટ બાદ જોરદાર પવન ફૂંકાયો હતો અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું અને ગણતરીના જ સમયમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો.

https://youtu.be/kPidj6q0IBw

મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાલીતાણા સહિત આસપાસના વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. પાલિતાણાના વડીયા, જમણવાવ, મોટી રાજસ્થળી સહિત ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જેતપુરમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી



રાજકોટના જેતપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના અનેક ગામોમાં વરસાદ થયો છે. જેતપુરના પ્રેમગઢ સહિત આસપાસના ગામોમાં વરસાદ થયો છે. પવન સાથે વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તો, સમગ્ર જેતપુર અને આસપાસના ગામોમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ


અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં આજે બપોરે અચાનક પલટો આવ્યો છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જામ્યું હતું. ત્યારબાદ વરસાદનું આગમન થયું હતું. તો જાણવા મળી રહ્યું છે કે સાવરકુંડલાના વીજપડી સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો. ત્યારે, અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!