GUJARAT

આગામી સમયમાં જાહેર હિતની અરજી ફાઈલ કરાશે: લોકસભા ચૂંટણીમાં હથિયાર જમા કરાવવાના મોરબી કલેક્ટરના જાહેરનામાને પડકારતી અરજી હાઈકોર્ટે ડિસમિસ કરી – Gujarat News

ગુજરાત હાઇકોર્ટમાં મોરબીના એડવોકેટ જયદીપ પાંચોટીયાએ એડવોકેટ નદીમ બી. મન્સૂરી મારફતે અરજી કરી હતી. જે જજ વૈભવી નાણાવટીની કોર્ટમાં રજૂ થઈ હતી. દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાથી મોરબી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને જે વ્યક્તિ લાયસન્સ વાળું હથિય

.

હથિયાર જમા કરવાની કોઈ જોગવાઈ CRPC એકટમાં નથી
અરજદારે કોર્ટમાં ત્રણ બાબતો જણાવી હતી કે, જે મુજબ લાયસન્સ ધારકે હથિયાર જમા કરાવવાની કોઈ જોગવાઈ આર્મ્સ એક્ટ કે CRPC એકટમાં નથી. બોમ્બે હાઈકોર્ટ દ્વારા હથિયાર જમા કરાવવા ગાઇડલાઇન આપી છે. જેને ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયાએ અપનાવી છે. જેથી આ ગાઇડલાઇનું ચૂંટણીની જાહેરાત બાદ પણ પાલન થવું જોઈએ. આ ગાઇડલાઈં મુજબ ઓથોરિટીએ લાયસન્સ ધારક પાસેથી હથિયાર જમા લેવા સ્ક્રીનિંગ કમિટી બનાવવી પડે છે. જેમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઉપરાંત જિલ્લા લેવલે SP જ્યારે શહેરમાં CP અથવા એડિશનલ CP હોય છે. ચૂંટણીની જાહેરાતથી આ કમિટીએ કામ શરૂ કરવાનું રહે છે. જિલ્લામાં તમામ લાયસન્સ ધરાવતા હથિયાર ધારકોના કેસ આ કમિટી સમક્ષ મૂકવામાં આવે છે. આ સંદર્ભે અલ્લાહાબાદ હાઇકોર્ટનું પણ એક જ્જમેન્ટ છે.

મોરબી જિલ્લા કલેકટર અને ECIને નોટિસ પાઠવી હતી
જો કે, ચૂંટણી પહેલાં કોર્ટે જિલ્લા કલેક્ટરના હથિયાર જમાં કરાવવાના જાહેરનામા ઉપર સ્ટે આપવા ઇનકાર કર્યો હતો અને મોરબી જિલ્લા કલેકટર અને ECIને નોટિસ પાઠવી હતી. જેથી અરજદારે સ્ટે માટે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. પરંતુ હવે ચૂંટણીના પરિણામ પણ જાહેર થઈ ચૂક્યા છે અને લાયસન્સ વાળા હથિયાર ધારકોએ હથિયાર પરત પણ મેળવી લીધા છે. ત્યારે આ અરજીનો કોઈ મતલબ ના રહેવાથી તેને કોર્ટે ડીસમિસ કરી હતી. જ્યારે આ અંગે હવે આગામી સમયમાં જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!