GUJARAT

છોટા ઉદેપુરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ: ધોધમાર વરસાદને પગલે વીજળી ડૂલ, રસ્તા પર પાણી ભરાયાં – Chhota Udaipur News


છોટા ઉદેપુર ખાતે ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને વરસાદ શરૂ થતાં જ વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી.

.

છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સમયાંતરે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગઈકાલે અખો દિવસ ભારે ઉકળાટ થયો હતો. ભારે ઉકળાટ બાદ રાત્રિના લગભગ 11 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. આ ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, પરંતુ ધોધમાર વરસાદ શરૂ થતાં જ વીજળી ડૂલ થઈ ગઈ હતી. જેને લઇને નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!