GUJARAT

ગુજરાતીઓએ કોને કેટલા મત આપ્યા?: પાટીદારોના 80% મત ભાજપને, ક્ષત્રિયોએ પણ કોંગ્રેસ કરતાં 20% વધારે મત ભાજપને આપ્યા! – Ahmedabad News


ગુજરાતમાં મહિલા-પુરુષ, યુવા-વડીલ, ગરીબ-મધ્યમવર્ગીય, શહેરી-ગ્રામીણ લોકોએ કોને કેટલા મત આપ્યા? સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસ)-લોકનીતિના પોસ્ટ-પોલ સરવે મુજબ, ગુજરાતમાં પાટીદારોના 79.6% મત ભાજપને મળ્યા છે જ્યારે કોંગ્રેસને માત્ર 6.1% પા

.

69% મધ્યમ વર્ગના મત ભાજપને મળ્યા

આર્થિક વર્ગ ભાજપ કોંગ્રેસ
ગરીબ 55.20% 43.80%
નિમ્ન 55.70% 43.60%
મધ્યમ 69.20% 24.60%
ધનિક 60.90% 22.80%

ભાજપને સૌથી વધુ 67% વોટ 36-45 વર્ષના

વયજૂથ ભાજપ કોંગ્રેસ
25 વર્ષ સુધી 55.50% 29.10%
26-35 62.60% 30.60%
36-45 67.30% 30.70%
46-55 60.60% 29.20%
56થી વધુ 58.60% 36.00%

શહેરો અને ગામડાંઓમાં 60% મત ભાજપને

ગ્રામીણ 61.40% 36.80%
શહેરી 61.10% 25.50%

ભણેલા-ગણેલાઓએ આ રીતે મત આપ્યો

શિક્ષણ ભાજપ કોંગ્રેસ
નિરક્ષર 60.00% 37.00%
પ્રાથમિક 61.50% 38.50%
ધો.10 સુધી 64.20% 29.70%
ધો.12 57.40% 30.30%
ગ્રેજ્યુએટ+ 62.40% 25.40%

યાજ્ઞિક પરીખ

ગુજરાતે અત્યાર સુધી દેશને 3 પ્રધાનમંત્રી, 2 નાયબ પ્રધાનમંત્રી અને 51 મંત્રી આપ્યા છે. જેમાં 22 કેબિનેટ, 24 રાજ્યમંત્રી અને 5 નાયબમંત્રી સામેલ છે. જયસુખલાલ હાથી નહેરુ, ગુલઝારીલાલ નંદા, લાલબહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી એમ ચાર પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ 17 વર્ષ 2 મહિના સુધી મંત્રી રહ્યા હતા. ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી, મોરારજી દેસાઇ અને ગુલઝારીલાલ નંદા પ્રધાનમંત્રી રહ્યા છે. જ્યારે સરદાર પટેલ અને લાલકૃષ્ણ અડવાણી (ગાંધીનગરથી સાંસદ) નાયબ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. 1947થી 2024 દરમિયાન કેન્દ્ર સરકારમાં ગુજરાતના મંત્રીઓનો આંકડો હવે 50ને પાર થઇ ગયો છે. આ દરમિયાન દેશમાં કુલ 879 મંત્રી બન્યા છે. જેમાં 333 કેબિનેટ કક્ષાના, 73 રાજ્યમંત્રી(સ્વતંત્ર પ્રભાર), 404 રાજ્યમંત્રી અને 69 નાયબમંત્રી બન્યા છે. અત્યાર સુધી મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાંથી 8 કેબિનેટ અને 8 રાજ્યમંત્રી સહિત કુલ 16 મંત્રીઓ ગુજરાતમાંથી બન્યા છે.

ગુજરાતમાંથી 6 મહિલા કેન્દ્રમાં મંત્રી બની | મોદીની ત્રીજી ટર્મમાં નિમુબેન બાંભણિયાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા બીજી ટર્મમાં દર્શના જરદોશ રેલવે રાજ્યમંત્રી હતા. સ્મૃતિ ઇરાની જ્યારે ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ હતા, ત્યારે મોદી 1.0માં માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં કેબિનેટ મંત્રી હતા. વાજપેયીની સરકારમાં ભાવના ચિખાલિયા સંસદીય રાજ્યમંત્રી અને નરસિમ્હા રાવની સરકારમાં ઉર્મિલાબેન પટેલ ઉર્જા રાજ્યમંત્રી

નામ પક્ષ મુખ્ય-મંત્રાલય સમયગાળો પ્રધાનમંત્રી કોણ?
જયસુખ હાથી કોંગ્રેસ ગૃહ,સંરક્ષણ 17 વર્ષ 2 મહિના

નહેરુ,નંદા, શાસ્ત્રી,ઇન્દિરા

મનુભાઇ શાહ કોંગ્રેસ ઉદ્યોગ,કોમર્સ 10 વર્ષ 10 મહિના

નહેરુ,નંદા, શાસ્ત્રી,ઇન્દિરા

દિનશા પટેલ કોંગ્રેસ પેટ્રોલિયમ 8 વર્ષ 4 મહિના મનમોહનસિંહ
મનસુખ માંડવિયા ભાજપ આરોગ્ય-કેમિકલ 7 વર્ષ 11 મહિના નરેન્દ્ર મોદી
અરુણ જેટલી ભાજપ નાણાં-કોર્પોરેટ 7 વર્ષ 8 મહિના

વાજપેયી, નરેન્દ્ર મોદી

(કેબિનેટ મંત્રીઓ ક્યારેય રાજ્યમંત્રી પણ રહ્યા, અરુણ જેટલી ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ હતા)

આ 5 સૌથી વધુ સમય રાજ્યમંત્રી રહ્યા, તમામ કોંગ્રેસી

નામ મુખ્ય-મંત્રાલય સમયગાળો પ્રધાનમંત્રી કોણ?
યોગેન્દ્ર મકવાણા ગૃહ,કૃષિ 8 વર્ષ 9 મહિના

ઇન્દિરા, રાજીવ ગાંધી

નારણ રાઠવા રેલવે 5 વર્ષ મનમોહનસિંહ
તુષાર ચૌધરી ટ્રાઇબલ-હાઇવે 5 વર્ષ મનમોહનસિંહ
ભરત સોલંકી પાવર-રેલવે 5 વર્ષ મનમોહનસિંહ
ઉત્તમ પટેલ ગ્રામીણ વિકાસ 4 વર્ષ 11 મહિના નરસિમ્હા રાવ

​​​​​​​

{ અત્યાર સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતે ગુજરાતમાંથી 14 કેબિનેટ, 11 રાજ્યમંત્રી અને 4 નાયબમંત્રી સહિત કુલ 29 સાંસદ મંત્રી બન્યા છે. { જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર વખતે ગુજરાતમાંતી 9 કેબિનેટ અને 12 રાજ્યમંત્રી સહિત કુલ 21 સાંસદ મંત્રી બન્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!