GUJARAT

સુભાષબ્રિજ, વસ્ત્રાલ કચેરી શરૂ થતાં જ સમસ્યા: RTOનું સર્વર ઠપ, 200 લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ ન આપી શક્યા – Ahmedabad News


સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં સવારથી જ સર્વર બંધ હોવાના કારણે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આવેલા 200 અરજદારોએ પાછા જવું પડ્યું હતું. જો કે, બપોરે 3 વાગ્યે સર્વર ચાલુ થયું હતું. જે લોકો આજે ટેસ્ટ આપી શક્યા નથી તેમને ફરીથી બોલવવામાં આવશે. નવેસરથી એપો

.

અરજદારોએ અધિકારીઓને પૂછતાં તેમણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં સર્વર ખોટકાવાના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. જેના માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર કે જે સેન્ટ્રલ લેવલથી ચાલે છે તે જવાબદાર છે. અગાઉ 20 દિવસ પહેલા સારથી સર્વર બંધ રહેવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે ફરીથી સર્વરની સમસ્યા સર્જાતા ક્યાં સુધી ચાલશે તેના વિશે કોઈને ખબર નથી.

આરટીઓના અધિકારીએ જણાવ્યું કે લગભગ મહિના પછી આ સમસ્યા સર્જાઈ છે. જ્યારે આજે જેમણે પણ ધક્કો ખાવાનો વારો આવ્યો છે તેઓનો આગામી દિવસોમાં સમાવેશ કરવામાં આવશે. સર્વરની સમસ્યા એ સેન્ટ્રલ લેવલની સમસ્યા છે જેથી અમારી કચેરી આ અવ્યવસ્થા માટે જવાબદાર નથી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!