GUJARAT

ગુજરાતના 6 મંત્રીઓના વિભાગોનું કુલ બજેટ 8.10 લાખ કરોડ: અમિત શાહ, એસ. જયશંકરના વિભાગ રિપીટ, માંડવિયાનું ખાતું નડ્ડાને; પાટીલ અને માંડવિયાને નવા વિભાગ – Ahmedabad News


મોદી 3.0ના 72 મંત્રીઓના શપથગ્રહણ બાદ સોમવારે વિભાગોની ફાળવણી કરવામાં આવી છે જેમાં ગુજરાતના સાંસદો પૈકી અમિત શાહને ફરીથી ગૃહ અને સહકારિતા વિભાગ ફાળવવામાં આવ્યા છે. એસ. જયશંકરને પણ વિદેશ મંત્રાલય ફરીથી મળ્યું છે. અગાઉની સરકારમાં મનસુખ માંડવિયા પાસે આરો

.

સી.આર. પાટીલને જળશક્તિ મંત્રાલય મળ્યું છે. નિમુબેન બાંભણિયાને અન્ન વિતરણ-ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના 6 મંત્રીઓના વિભાગનું કુલ બજેટ રૂ. 8.10 લાખ કરોડ રૂપિયા છે જે દેશના 2024-25ના કુલ બજેટ રૂ. 47.65 લાખ કરોડના 17% થાય છે. 2019માં મોદી 2.0ના શપથગ્રહણ વખતે ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રીપદ મળ્યું હતું. 2020-21ના બજેટ મુજબ તેમના વિભાગોનું કુલ બજેટ રૂ. 3.84 લાખ કરોડ હતું જે કુલ બજેટ રૂ. 30.42 લાખ કરોડના 12% જેટલું થાય છે.

ગુજરાતના 6 મંત્રીઓ… સૌથી વધારે 2.58 લાખ કરોડનું બજેટ નડ્ડાના ફાળે

નામ વિભાગ બજેટ અગાઉના વિભાગ
અમિત શાહ ગૃહ અને સહકારિતા 2.03 લાખ કરોડ

ગૃહ અને સહાકારિતા

જે.પી. નડ્ડા આરોગ્ય-પરિવાર કલ્યાણ, કેમિ.-ફર્ટી. 2.58 લાખ કરોડ
એસ. જયશંકર વિદેશ 22 હજાર કરોડ વિદેશ
મનસુખ માંડવિયા શ્રમ-રોજગાર, યુવા-ખેલ 15.9 હજાર કરોડ

આરો.-પરિવાર, કેમિ-ફર્ટી

સી.આર. પાટીલ જળ શક્તિ 98 હજાર કરોડ
નિમુબેન બાંભણિયા અન્ન વિતરણ-ગ્રાહક બાબતો 2.13 લાખ કરોડ

મોદી 2.0ના શપથ વખતે ગુજરાતના મંત્રીઓ પાસે આટલું બજેટ હતું

નામ વિભાગ બજેટ
અમિત શાહ ગૃહ 1.67 લાખ કરોડ
મનસુખ માંડવિયા શિપિંગ, કેમિકલ-ફર્ટિલાઇઝર 74 હજાર કરોડ
પરશોત્તમ રૂપાલા કૃષિ અને ખેડૂત કલ્યાણ 1.43 લાખ કરોડ

મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો યથાવત્



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!