GUJARAT

ચોમાસું હવે 24 કલાક છેટું: આજે 18 જિલ્લામાં વરસાદની આગાહી, ડુમસ જમીન કૌભાંડમાં IAS આયુષ ઓક સસ્પેન્ડ, તાંત્રિકે સોનાની લાલચે પરિણીતાને પીંખી – Gujarat News

રાજકોટના ત્રંબામાં શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને સાધુ-સંતોનું સંમેલન

.

રાજકોટના ત્રંબા ગામે આજે સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે…દ્વારકાના જગદગુરુ શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનારા આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી સંતો-મહંતો મહામંડલેશ્વરો-કથાકારો હાજર રહેશે. આ મહાસંમેલનમાં હિન્દુ દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરનારાઓ અંગે મોટો નિર્ણય લેવાશે…

જમાલપુરના કૉંગ્રેસના MLAને જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદના જમાલપુરના કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે…તેમના ઘરની બાજુમાં ઓફિસ ધરાવતા યુવકે મકાન બનાવવાની બાબતે ખેડાવાલાની ભત્રીજી સાથે બોલચાલી કરીને કહ્યું હતું કે, હું સવારમાં કોઈ એકની વિકેટ પાડી દઇશ… આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

તાંત્રિક વિધિના નામે પાખંડીએ પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટમાં તાંત્રિકે 45 કિલો સોનું અને 15 કરોડ અપાવવાની લાલચ આપી પરિણીતા પર દુષ્કર્મ ગુંજાર્યું…લંપટ તાંત્રિકે વિધિના નામે પરિણીતા અને તેની નણંદ પાસેથી લાખો રૂપિયા પણ ઉસેડી લીધા…પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવનાર તાંત્રિકને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.

મોદી સરકારમાં ગુજરાતના 6 સાંસદોને વિભાગ સોંપાયા

મોદી સરકારના કેન્દ્રિય મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવાઈ છે…ગુજરાતમાંથી બે રાજ્યસભા સાંસદ અને ચાર લોકસભા સાંસદને વિભાગો સોંપાયા છે. અમિત શાહને ગૃહ અને સહકારિતા વિભાગ, મનસુખ માંડવિયાને રમત ગમત અને શ્રમ મંત્રાલય, પાટીલને જળશક્તિ મંત્રાલય, નીમુબેનને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, જયશંકરને વિદેશ મંત્રાલય અને નડ્ડાને આરોગ્ય મંત્રાલય ફાળવવામાં આવ્યું છે.

2 હજાર કરોડના ડુમસ જમીન કૌભાંડમાં IAS આયુષ ઓક સસ્પેન્ડ

સુરતના ડુમસમાં બે હજાર કરોડના જમીન કૌભાંડમાં રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બે હજાર કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ચોમાસું ગમે તે ઘડી રાજ્યમાં એન્ટ્રી કરશે, 18 જિલ્લામાં વરસાદની આગાહી

હાલ ચોમાસું ગુજરાતથી માત્ર 10 કિલોમીટર જેટલું જ દૂર છે. હવે આગામી 24 કલાકમાં ચોમાસું રાજ્યમાં વિધિવત્ રીતે પ્રવેશ કરશે…હવામાન વિભાગના મતે આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.

શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર 13મી જૂનથી જ શરૂ થશે

રાજ્યની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર 13મી જૂનથી જ શરૂ થઈ જશે…ઉનાળુ વેકેશન લંબાવવાની અફવાને રદિયો આપી ગુજરાત શિક્ષણ બોર્ડ તરફથી આ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે…હવે શાળાઓ 13મી જૂનથી રાબેતા મુજબ જ શરૂ થઈ થઈ જશે…



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!