GUJARAT

અગ્નિકાંડની રાહ જોતા અમદાવાદના 21 ગેમ ઝોન કેટલા સલામત?: પેલેડિયમ મોલમાં 3 ગેમ ઝોન પાસે ફાયર NOC નથી; જાણો માલિક, સ્થળ અને સામે આવેલી ગંભીર ખામીઓ – Ahmedabad News


રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશથી અમદાવાદ શહેરના તમામ ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક AMC અને પોલીસની ટીમો દ્વારા ફાયર, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ સહિત પોલીસ પરવાનગી અંગેની તપાસ કરવામાં આવી હતી. દિવ્ય ભાસ્કર પાસે શહેરના 21 ગેમ ઝોનમાં કરવામાં આ

.

મોટાભાગના ગેમ ઝોનમાં એક્ઝિટ ગેટ ન હતા
દિવ્ય ભાસ્કર પાસે ગેમ ઝોનમાં કરેલી તપાસ અંગેના એક્સક્લુઝિવ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, મોટાભાગના ગેમ ઝોન પાસે કોઈપણ પ્રકારની પોલીસ પરવાનગી કે ગેમ ઝોનના લાઇસન્સ લેવામાં આવ્યા નહોતા.ગેમ ઝોનમાં જ્યારે કોઈપણ દુર્ઘટના બને તો બહાર નીકળવા માટે ઇમર્જન્સી એક્ઝિટ ડોર લગાવવા જોઇએ,પરંતુ મોટાભાગના ગેમ ઝોનમાં ક્યાંય ઇમર્જન્સી એક્ઝિટ ગેટ જોવા મળ્યા નહોતા. સિંધુ ભવન રોડ ઉપર ટાઇમ ગ્રાન્ડ સ્ક્વેરમાં આવેલા ગેમ ઝોનમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો માલિક દ્વારા યોગ્ય માહિતી પણ આપવામાં આવી ન હતી અને રસોડામાં કોમર્શિયલની જગ્યાએ એલપીજી ગેસ વાપરવામાં આવ્યો હતો. ગેમ ઝોનમાં સ્મોક ડિટેક્શન સિસ્ટમ પણ લગાવેલી ન હતી.

બીયુ પરમિશન,પ્લાન પાસ, ફાયર NOCની રજૂઆતો મળી
આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર)વિપુલ ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં તમામ ગેમ ઝોન બંધ છે. ગેમ ઝોન ફરી શરૂ કરવા માટે હજી સુધી કોઈ સૂચના આવી નથી. જો કે, ગેમ ઝોનમાં જે તપાસ કરવામાં આવી છે તેમાં મળેલી ખામીઓ દૂર કરવા જેમ કે, બીયુ પરમિશન, પ્લાન પાસ, ફાયર NOC વગેરે માટે કેટલીક રજૂઆત મળી છે. ગેમ ઝોનના કેટલાક નિયમો રાજ્ય સરકાર દ્વારા બનાવેલી કમિટી દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ બાબતે વિચારણા કરવામાં આવી રહી છે. આ બાબતે વિચારણા કર્યા બાદ રાજ્ય સરકાર તરફથી કોઈ ગાઇડલાઇન કે નિયમો આવે અથવા તો કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવનાર નિયમોના અમલીકરણ થયા બાદ ગેમ ઝોન શરૂ થઈ શકે છે.

ગેમ ઝોન આસપાસ કિચન-કાફે બનાવી દેવાયા
શહેરના કેટલાક ગેમિંગ ઝોનમાં જે વાયરિંગ કરવામાં આવેલું હોય છે તે વાયરિંગમાં પણ ખામીઓ જોવા મળી હતી. ખુલ્લા વાયરો અને પેનલ બોર્ડની આસપાસ લાકડાનું મટિરિયલ લગાવેલું જોવા મળ્યું હતું. ગેમ ઝોનની આસપાસ કિચન અને કાફે પણ બનાવી દેવામાં આવ્યા છે જે ન હોવા જોઇએ છતાં પણ બનાવી દેવાતા તેને દૂર કરવા અંગેની સૂચના AMC દ્વારા આપવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે આવેલા ત્રણથી ચાર ગેમ ઝોનમાં એકપણમાં ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નહોતા. ફાયર સેફ્ટી વગર જ આવા ઝોન શરૂ થઈ ગયા હતા. ત્યારે ફાયર વિભાગના ડિવિઝનલ ઓફિસરથી લઈને સ્ટેશન ઓફિસરો ઝડપાયા હોય તેવું રિપોર્ટમાં સામે આવ્યું છે.

બધું જાણવા છતાં અધિકારીઓના આંખ આડા કાન
ગેમિંગ ઝોનની તપાસ દરમિયાન દરેક બાબતોની તપાસ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને મહત્વની ફાયર NOC અને સાધનો અંગે જ્યારે તપાસ કરવામાં આવી તેમાં મોટાભાગના ગેમ ઝોનમાં ફાયર NOC લેવામાં આવી નથી અને ફાયર સેફ્ટીના જે સાધનો યોગ્ય રીતે હોવા જોઇએ તે પણ જોવા મળ્યા ન હતા. ફાયરબ્રિગેડ વિભાગના ચીફ ફાયર ઓફિસરોથી લઈને ડિવિઝનલ અને ઓફિસર કક્ષાના અધિકારીઓને ફાયર NOC લેવામાં આવી છે કે કેમ તે અંગેની તપાસ કરવાની હોય છે. શહેરમાં કોઈપણ સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય અને ત્યાં નાની મોટી આગની ઘટનાની સંભાવના હોય ત્યારે ફાયર સેફ્ટી છે કે કે મતેની તપાસવાની જવાબદારી ફાયર વિભાગની હોય છે, પરંતુ ફાયર વિભાગના અધિકારીઓ ક્યારેય AC ઓફિસમાંથી બહાર નીકળતા નથી અને આવી ક્યાંય તપાસ કરવામાં આવતી નથી. જો કે, કેટલાક અધિકારીઓ આ બધું જાણ તા હોવા છતાં પણ આંખ આડા કાન કરે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!