ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધારી ખાતે યોજાશે ‘ફ્રી સમર
સ્કિલ કેમ્પ-૨૦૨૪‘- તા.૨૫ મે, ૨૦૨૪ સુધીમાં અરજી કરવી
અમરેલી તા.૧૪ મે, ૨૦૨૪ (મંગળવાર) ધોરણ ૦૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય તેવા અમરેલી જિલ્લાના ઉમેદવારોને રોજગારીલક્ષી માર્ગદર્શન મળી રહે અને તેમની ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે જરુરી કૌશલ્ય વિકાસના હેતુસર કૌશલ્ય વર્ધન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાનાર આ તાલીમથી ઉમેદવારો વાકેફ થાય તેમજ તેઓને કારકિર્દી ઘડતર માટે વિશેષ માર્ગદર્શન મળી રહેશે. આગામી તા.૨૭ થી તા.૨૯ મે-૨૦૨૪ સુધી સવારે ૧૦:૦૦ કલાક થી બપોરે ૧૨:૩૦ કલાક સુધી ધારી આઇ.ટી.આઇ. ખાતે “FREE SUMMER SKILL CAMP-202૪”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કમ્પ્યુટર ગ્રુપ, સીવણ ગ્રુપ, ઇલેક્ટ્રિકલ ગ્રુપ, મિકેનિકલ ગ્રુપ, જેવા વિવિધ ગ્રુપની ૦૩ દિવસની પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને તે અંગેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આથી ધોરણ ૦૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા અને લાભ લેવા ઇચ્છતા તમામ ઉમેદવારો ૯૭૨૬૬ ૬૭૩૬૨ પર પોતાનું નામ લખી વ્હોટ્સ અપ મેસેજ કરી તા.૨૫ મે, ૨૦૨૪ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. આ અંગેની વધુ વિગતો પણ આ નંબર પર સંપર્ક કર્યેથી મેળવી શકાશે, તેમ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
- Mr Rakesh Chavda
- Editer & Chef
- TEAM – ACNG TV