GUJARAT

‘હપતા દે, માલ બેચ’, ખુલ્લેઆમ દારૂનો વેપાર: VIDEO: ચૈતર વસાવાનો આક્ષેપ- ‘ભરૂચ પોલીસને હપતા આપી બેફામ વેચાય છે ડી-ક્વોલિટીનો દારૂ, કમલમ સુધી પહોંચતો હશે હિસ્સો’ – Bharuch News


ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂના વેપાર થતા હોવાના અનેક વીડિયો અને કિસ્સા સામે આવતા રહેતા હોય છે. બુટલેગર પોલીસની બીક વગર જાહેરમાં દેશી-વિદેશી દારૂનો વેપાર કરતાં હોય છે. ઘણા કેસમાં પોલીસ દરોડો પાડીને અનેક અડ્ડા બંધ કરાવતી હોય છે પણ આજે

.

શું છે CCTV ફૂટેજમાં?
ચૈતર વસાવાને મોકલવામાં આવેલા CCTV ફૂટેજની વાત કરીએ તો તેમાં એક ઘરમાં દારૂનો વેપાર થતો હોય તેવું દેખાય છે અને અલગ-અલગ વીડિયોમાં અલગ-અલગ શખ્સો એક મહિલા પાસે આવીને કેટલાક પૈસા લઈ જાય છે. સાથે જ અનેક લોકો દારૂ પણ ખરીદીને લઈ જતાં જોવા મળી રહ્યા છે. ચૈતર વસાવાના કહેવા પ્રમાણે તેમની પાસે આવા 35થી વધુ વીડિયો છે. સાથે જ આ વીડિયોમાં પૈસા ઉઘરાવતા શખ્સો પોલીસકર્મીઓ જ હોવાના આક્ષેપ કર્યા છે, બીજી તરફ ડીવાયએસપી કે. પટેલે પણ આ વીડિયોની ચકાસણી થશે અને જો કોઈ પોલીસકર્મી આ કૃત્ય કરતા સાબિત થશે તો તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ કહ્યું હતું.

વાઇરલ થયેલા CCTV

પોલીસ દારૂ વેચવામાં લોકોને મદદ કરે છે
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વીડિયો આ યુવાનોએ મને આપ્યા છે.

ધારાસભ્ય ચૈતર વસાવા

ધારાસભ્ય ચૈતર વસાવા

કોઈ કાર્યવાહી નહિ કરાય તો રસ્તા પર ઊતરવામાં આવશે
જેમાં એલસીબી, એસ.ઓ.જી અને બી-ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેવા વીડિયો ફૂટેજ અમારી પાસે છે. જેમાં અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે, તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવા આક્ષેપો તેમણે મીડિયા સમક્ષ કર્યા છે. વધુમાં જો આ અંગે કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઊતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ભરૂચ ડીવાયએસપી કે.પટેલ

ભરૂચ ડીવાયએસપી કે.પટેલ

આ અંગે પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવશે
આ બાબતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, હાલમાં બી ડિવિઝન વિસ્તારમાં દારૂના વેપલામાં કેટલાક પોલીસકર્મીઓ દ્વારા પૈસાની ઉઘરાણી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે તે બાબતે તાત્કાલિક અસરથી આની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને જો કોઈ પોલીસકર્મી આ કૃત્ય કરતા સાબિત થશે તો તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!