GUJARAT

ચારની અંતિમ યાત્રામાં હાલાર હીબકે ચડ્યું: હૈયાફાટ રુદન સાથે પરિવારને આપી અંતિમ વિદાય, આર્થિક સંકડામણમાં પતિ-પત્નીએ બાળકો સાથે ઝેર ગટગટાવ્યું હોવાની ચર્ચા – Jamnagar News


દ્વારકાના ભાણવડના ધારાગઢ ગામ નજીક ગઈકાલે એક કરુણ ઘટના બની હતી. જેણે આખા પંથકમાં ખળભળાટ મચાવ્યો છે. બુધવારે સાંજે આહીર પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. મોડી રાત્રે હોસ્પિટલ ખાતેથી ચારેયના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલમાં લાવ

.

અંતિમ યાત્રામાં લોકોની આંખો ભીની થઈ
ગઈકાલે ભાણવડ ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હતી. એ બાદ આજે આ તમામની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. એમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. જામનગરમાં એકસાથે 4 અર્થી ઊઠતાં સમગ્ર વિસ્તાર હીબકે ચડ્યો હતો. કઠણ કાળજાના માનવીને પણ રોવડાવી દે તેવાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. એક આખા પરિવારનો માળો વિખેરાઈ જતાં તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હતી
ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હતી. આ ચારેય મૃતદેહની ભાણવડ પોલીસે ઓળખ કરી હતી. પરિવારના મોભીનું નામ અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉંમર 42), તેમનાં પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 42), તેમનો પુત્ર જિજ્ઞેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉંમર 20) અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 18) તરીકે ઓળખાયાં છે.

આ પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો રહેવાસી હતો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ -1 વિસ્તારમાં રહેતો હતો. મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસે મળી આવ્યા હતા, જેના પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મૃતક પિતા-પુત્રની ફાઈલ તસવીર.

મૃતક પિતા-પુત્રની ફાઈલ તસવીર.

પરિવાર પર ખૂબ જ લેણું થઈ ગયું હોવાની પ્રાથમિક વિગત
જામનગરમાં રહેતા પરિવારના ચાર સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કર્યાની ઘટનાએ સમગ્ર હાલારને હચમચાવી નાખ્યું છે. બ્રાસ સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા આહીર પરિવારના મોભી પર ખૂબ જ લેણું થઈ જતાં અને આ લેણાં સામે ખૂબ જ આર્થિક સંકડામણ અનુભવતાં અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટના સ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી હોવાની વિગતો સામે આવી છે. આ સુસાઇડ નોટમાં જ આપઘાત પાછળનું સચોટ કારણ ધરબાયેલું છે, એવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે, સુસાઇડ નોટમાં કારણ અંગે કરાયેલ ઉલ્લેખ અંગે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી.

બ્રાસના ધંધામાં સતત ખોટ જતાં તેમની પર દેવું થઈ ગયું
લાલપુર તાલુકાના મોડપર ગામના આહીર પરિવારના અશોકભાઈ જેઠાભાઈ ધુંવા વર્ષો પૂર્વે પોતાના પરિવાર સાથે જામનગરમાં ધંધાર્થે સ્થાયી થયા હતા. બ્રાસના ભંગારનો વ્યવસાય કરતા અશોકભાઈ ચામુડા કાસ્ટ નામની પોતાની પેઢી પણ ઊભી કરી હતી. જોકે, ધંધામાં છેલ્લાં વર્ષોમાં સતત ખોટ જતા તેઓ પર દેવું થઈ ગયું હતું અને ખૂબ જ આર્થિક સંકળામણમાં મુકાયા હતા એમ પ્રાથમિક વિગતો સામે આવી છે.

મૃતકની ફાઈલ તસવીર.

મૃતકની ફાઈલ તસવીર.

ઘટનાસ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી
સૂત્રોનું માનવામાં આવે તો પોતાની આર્થિક સંક્રડામણ દૂર કરવા અશોકભાઈએ વ્યાજે રૂપિયા લઈ સેટલ થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં પણ તેઓ નિષ્ફળ ગયા હતા અને તેમના પર દેણું સતત વધતું ગયું હતું. આ જ કારણે અશોકભાઈ અને તેના પરિવારના સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો પોલીસ પાસેથી જાણવા મળી છે. ઘટનાસ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી હોવાની વિગતો સામે આવી છે. આ સુસાઇડ નોટની વિગતોમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવશે. આહીર પરિવારનો સાંસારિક માળો વિખેરાઈ ગયો છે. ચારેય સભ્યોના આપઘાતના પગલે આહીર સમાજ સહિત સમગ્ર હાલારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગર જિલ્લાભરમાં શોકનો માહોલ
આ આહીર પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરીને અને પુરાવાઓ એકત્રિત કરીને પોલીસ આગળની તપાસ કરશે. આ ઘટનાએ જામનગર જિલ્લાભરમાં શોકનું વાતાવરણ ઊભું કરી દીધું છે. પોલીસ દ્વારા તપાસ કરી આપઘાતના કારણનો પર્દાફાશ કરવામાં આવશે. ચારેયના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. જે બાદ આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પોલીસને ઘટનાસ્થળેથી પરિવારના મોબાઈલ, મોટરસાઇકલ અને સુસાઈડ નોટ મળી આવી છે. ભાણવડ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સુસાઈડ નોટના આધારે તપાસ કર્યા બાદ જ મોટા ખુલાસા થશે અને સામૂહિક આપઘાતનું કારણ જાણી શકાશે. સામૂહિક આપઘાત કરનાર પરિવારના મોભી ઉદ્યોગનગરમાં બ્રાસપાટની ભઠ્ઠી સહિત બ્રાસનો ધંધો કરતા હોવાની માહિતી મળી રહી છે.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!