GUJARAT

‘રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય છે’: જયેશ રાદડિયાને નરેશ પટેલનો જવાબ- રાજકીય એક્ટિવ ન રહીએ તો સમાજનાં કામ ન થાય, પાટીદારોનો સરદાર લોકો નક્કી કરશે – Rajkot News


ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર આગેવાન નરેશ પટેલનો આજે જન્મદિવસ છે ત્યારે આજે જયેશ રાદડિયા સાથેના કોલ્ડવોર મામલે જણાવ્યું હતું કે, રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, જયેશ રાદડિયા પાટીદાર ય

.

રાજકોટના ખોડલધામ ટ્રસ્ટ ખાતે આજે નરેશ પટેલના જન્મદિવસની અનુલક્ષીને 30મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં લેઉવા પાટીદાર સમાજના સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોની આજે મહત્ત્વપૂર્ણ બેઠક છે. જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે.

ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી
બેઠકમાં સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જયેશ રાદડિયા સાથેના કોલ્ડવોરની ચર્ચા મામલે જણાવ્યું હતું કે, મુદ્દો સવા માસ જૂનો (ઇફ્કો ચૂંટણી) છે. એક પત્રિકા સવા મહિના પછી વાઇરલ થઈ છે. જેનાથી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સાચી વાત સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ. જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજનાં કામ ન થાય. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. જો કે, પોતે રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે કહ્યું હતું કે, હું રાજકારણમાં નહીં જોડાઉં.

ઘરની વાત ઘરમાં રાખવી
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાટીદારોનો સરદાર કોણ? તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તે તો જનતા નક્કી કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, દેશના રજવાડાઓને એક કરનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહી ગયા છે કે, ઘરની વાત ઘરમાં રાખવી. પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે, અમે જ ઘરની વાત ઘરમાં રાખી શકતા નથી. ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગદ્વેષ નથી. જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે. તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઊભા રહ્યા છીએ.

નરેશ પટેલના જન્મદિવસ પર છેલ્લાં 30 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન થાય છે.

નરેશ પટેલના જન્મદિવસ પર છેલ્લાં 30 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન થાય છે.

બીજા સમાજનાં કામમાં પણ પાટીદાર સમાજ હંમેશાં ખુશ હોય છે
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ખોડલધામ સાથે જોડાયેલા લોકોમાં 500થી ઉપર તો કન્વીનરો છે. આમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈને મદદ કરે અને તેની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવામાં આવે એ યોગ્ય નથી. જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે ઘણા આગેવાનો છે. ઘણા બધા રાજકીય અને સામાજિક રીતે કામ કરી રહ્યા છે. પાટીદાર સમાજ બધાને સાથે રાખીને ચાલનારો સમાજ છે. બીજા સમાજનાં કામમાં પણ પાટીદાર સમાજ હંમેશાં ખુશ હોય છે.

રક્તદાન કેમ્પમાં નરેશ પટેલ સાથે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા

રક્તદાન કેમ્પમાં નરેશ પટેલ સાથે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા

જયેશ રાદડિયાએ સામાજિક સંસ્થા વિશે શું નિવેદન આપ્યું હતું?
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોમાં ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા ચૂંટાઇ આવ્યા પછી રાજકોટમાં 11 મેના રોજ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં જયેશ રાદડિયાએ રાજકીય ક્ષેત્રમાં સામાજિક સંસ્થાઓએ ન આવવું જોઈએ એવું નિવેદન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ. સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માગું છું કે, સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!