GUJARAT

RTOમાં ફોર વ્હીલરનો ટ્રેક બંધ, 200 લોકો પરેશાન થયા: રાજકોટ શહેર, ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી ન શકતા હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ – Rajkot News

રાજકોટ RTO કચેરી ખાતે વરસાદને કારણે સેન્સર અને કેમેરો બંધ થઈ જતા ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા પહોંચેલા 200 લોકોને હેરાનગતિ ભોગવવી પડી હતી. જેને કારણે આજે સવારે લાયસન્સ કઢાવવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને RTO તંત્ર સામે પોતા

.

કલાકો સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ ન થતા લોકોની ધીરજ ખૂટી
રાજકોટ RTO કચેરી ખાતે ફરી ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવા માટેનો ટ્રેક બંધ થઈ ગયો છે. આજે રાજકોટ શહેર ઉપરાંત જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના ગ્રામ્ય વિસ્તારના 200 લોકોની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટેની એપોઇન્ટમેન્ટ હોવાથી RTO કચેરી ખાતે પહોંચ્યા હતા. સવારથી ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવા માટે ભીડ જામી હતી પરંતુ, આ સમયે વરસાદને કારણે સેન્સર અને કેમેરા બંધ થઈ ગયા હતા. કલાકો સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ ન થતા લોકોની ધીરજ ખૂટી હતી અને પોતાની સમસ્યાનો વીડિયો વાયરલ કર્યો હતો.

વરસાદને લીધે સેન્સર અને કેમેરા સવારથી બંધ થઈ ગયા
વાયરલ વીડિયોમાં તેમણે જણાવ્યું હતુ કે, અમે દૂર-દૂરના વિસ્તારોમાંથી અહીં લાઈસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવ્યા છીએ પરંતુ, અહીં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ છે. બાદમાં તેઓ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. બાદમાં ઇન્ચાર્જ RTO અધિકારી કેતન ખપેડને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, વરસાદને લીધે સેન્સર અને કેમેરા સવારથી બંધ થઈ ગયા છે. જેને લીધે આજે લેવામાં આવેલી 200 એપોઇન્ટમેન્ટના લોકોને નવી તારીખ આપવામાં આવશે. હાલ ફોર વ્હીલર ટ્રેકનુ સેન્સર અને કેમેરા રીપેરીંગનુ કામ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ફોર વ્હીલર માટેનો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક 10 દિવસ બંધ રહ્યો હતો.

ગુરુવારથી 2 દિવસ ફોર વ્હીલર વાહનો માટેનો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે
RTO રાજકોટ ખાતે કાર્યરત ફોર વ્હીલર વાહનો માટેનો ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તા.11 અને 12ના રોજ ટેકનિકલ કારણોસર બંધ રહેશે. જયારે ટુ-વ્હીલર વાહનો માટેનો ટ્રેક રાબેતા મુજબ ચાલુ રહેશે,જેની રાજકોટ જિલ્લાની મોટરિંગ પબ્લિકને નોંધ લેવા તેમજ સહકાર આપવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાજકોટની યાદી દ્વારા વિનંતી કરવામાં આવે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!