GUJARAT

જળાશયોમાં નવા નીર આવ્યા: પોરબંદર જિલ્લામાં મેઘરાજાની કૃપાને પગલે અનેક ચેકડેમ ઓવરફ્લો થયા; ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ – Porbandar News


પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે. ડેમમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ છે તો બિલેશ્વર ગામે આવેલા બિલ ગંગાનદી બે કાંઠે વહેતી થઇ છે. નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે અને ફોદાળા અને ખંભાળા ડેમમાં નવા નીરની આવક થઇ છે. વરસાદના પગલે ખે

.

પોરબંદર ડિઝાસ્ટર વિભાગના આંકડા મુજબ મંગળવારે પોરબંદરમાં 2.15 ઇંચ, રાણાવાવમાં 3.5 ઇંચ જ્યારે કુતિયાણામાં 2 ઇંચ વરસાદથી નદી તથા ડેમોમાં ભરપુર પાણીની આવક થઇ હતી. ખાસ કરીને ડેમ સાઇડ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લાને પાણી પૂરું પાડતા ફોદાળા અને ખંભાળા ડેમમાં પાણીની આવક થઈ છે. ગઈકાલે રાણાવાવમાં પડેલા વરસાદના પગલે ડેમમાં ખૂબ સારી આવક નોંધાઈ છે. રાણાવાવ તાલુકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામે અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાતા બિલેશ્વર નદી વહેતી થઈ છે. નદીના ચેકડેમ ઉપરથી પાણી જઈ રહ્યું હોય તેવા નયમરમ્ય દૃશ્યો પણ સામે આવ્યા હતા.

પોરબંદર પાણી પુરવઠા બોર્ડના જણાવ્યા મુજબ ફોદાળા ડેમમાં ગઇકાલે પડેલા વરસાદના પગલે 3 ફૂટ આવક થઇ હતી. ફોદાળા ડેમની કુલ સપાટી 37 ફૂટની છે, હાલ 21 ફુટ પર છે જ્યારે ખંભાળ ડેમમાં 1 ફૂટ પાણીની આવક થઇ છે. ખંભાળા ડેમની કુલ 34 સપાટી પર છે. હાલ તેની સપાટી 23 ફુટ પર છે. બંન્ને ડેમમાં કુલ 40 ટકા પાણીનો સંગ્રહ થયો છે. બરડા પંથકમાં આવેલા સોરઠી ડેમ તેમજ રાણાખીરસરા ગામે આવેલા રાણાખીરસરા ડેમમાં પણ પાણી આવક થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!