GUJARAT

નાસતી ફરતી આરોપી ઝડપાઈ: પાલનપુર રેલવે પોલીસમાં નોંધાયેલા ડ્રગ્સના ગુનામાં ફરાર મહિલા આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધી – Mehsana News

પાલનપુર રેલવે પોલીસમાં નોંધાયેલા ડ્રગ્સના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસને ચકમો આપીને નાસતી ફરતી મહિલાને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે વિસનગર મહિલા પોલીસની મદદથી ઝડપી પાડી પાલનપુર રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

.

મહેસાણા જિલ્લામાં વિવિધ ગુના આચરી પોલીસ પકડથી નાસતા ફરતા તેમજ પેરોલ જમ્પ પર છૂટી હાજર ન થયેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ એલસીબી પીઆઇ જે.જી.વાઘેલાના નેતૃત્વમાં પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ ચેતનકુમાર, રાજેન્દ્રસિંહ, હેકો. જયદિપસિંહ, ડીપીસી જીગ્નેશકુમાર, ડબલ્યુપીસી નિશાબેન વિસનગર પોલીસ સ્ટેશન સહિતનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીમાં હતા

તે દરમિયાન એએસઆઇ ચેતનકુમાર, હેકો. જયદિપસિંહને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (ડ્રગ્સ)ના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતી ફરતી મહિલા અમીનાબાનુ માજીદખાન પઠાણ રહે. તાજપુરા, અંકુર સોસાયટી, પાલનપુર, મૂળ રહે. વિસનગર લાલ દરવાજા જુની નગરપાલિકા, તા. વિસનગર, જે વિસનગર આવનાર છે. જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડ વિસનગર મહિલા પોલીસ કોન્સ્ટેબલની મદદથી વિસનગર ખાતેથી અમીનાબાનુ પઠાણને ઝડપી લીધી હતી. જો કે પુછપરછ દરમિયાન અમીનાબાનુને આગોતરા જામીન ન મળતા ફરાર થયા હોવાનું જણાવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!