GUJARAT

4 દિવસ પછી તોફાની વરસાદ: અંબાલાલ પટેલનો નવો ધડાકો, નરેશ પટેલે જયેશ રાદડિયાને સંભળાવ્યું, અમદાવાદમાં વાંદરાના હુમલાના શૉકિંગ CCTV સામે આવ્યા – Local News


  • Gujarati News
  • Local
  • A Crowd Of Thousands Broke The Railing For 10 Posts, A Monkey Attack In The Parking Lot Of A Flat, The Village Went Up In Flames As It Became 4 4 At The Same Time.

5 કલાક પેહલા

  • કૉપી લિંક

હવામાન વિભાગે 7 દિવસ માટે કરી મહત્ત્વની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટાં તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ રાજ્યમાં હજુ ચાર દિવસ ગરમી અને બફારો રહેશે. ત્યાર બાદ સાર્વત્રિક મેઘમહેરની શક્યતા છે.

કોર્ટે કોંગ્રેસના પાંચેય કાર્યકર્તાની જામીન અરજી ફગાવી

2જી જુલાઈએ કોંગ્રેસ ભવન બહાર થયેલા પથ્થરમારા કેસમાં કોંગ્રેસના પાંચ કાર્યકરને હજુ જેલમાં જ રહેવું પડશે..કાર્યકરોની જામીન અરજી આજે સેશન્સ કોર્ટે ફગાવી દીધી. જાહેરમાં પથ્થરમારાને અપરાધ ગણાવી કોર્ટે જામીન અરજી નામંજૂર કરી દીધી છે..

બેરોજગારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

ભરૂચના અંકલેશ્વરમાં બેરોજગારીને ઉજાગર કરતો વીડિયો સામે આવ્યો છે, જેમાં નોકરીની માત્ર 10 જગ્યા માટે હજારોની સંખ્યામાં બેરોજગારો ઊભરાયા છે. જાણીતી હોટલમાં ઓપન ઇન્ટરવ્યૂમાં યુવાનો એટલા બધા ઊમટ્યા કે રેલિંગ પણ તૂટી ગઈ.

રૂપિયા બનાવવા સાગઠિયાએ લોકોની સુરક્ષા જોખમમાં મૂકી

ટીઆરપી ગેમ ઝોન આગકાંડના મુખ્ય આરોપી મનસુખ સાગઠિયાનું વધુ એક કારનામું સામે આવ્યું.. સાગઠિયાએ સ્કૂલ-કોલેજો અને હોસ્પિટલોને ઇમ્પેકટ ફીના નામે એમનેડોમ બાંધવાનો છૂટો દોર આપ્યો હતો. રાજકોટ મનપા હવે આવા 80 જેટલા ડોમ તોડી પાડવા માટે કાર્યવાહી કરશે.

ચૈતર વસાવાએ પોલીસ અને ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ હલકી ગુણવત્તાનો અને કેમિકલયુક્ત દારૂનો વેપલો ચાલતો હોવાનો આક્ષેપ કર્યો.. વસાવાએ જનતાએ મોકલેલા 35 જેટલા અલગ અલગ વીડિયોઝ બતાવી પોલીસ અને ભાજપની મિલીભગતના આક્ષેપ કર્યા..

ફ્લેટના પાર્કિંગમાં કિશોરી પર વાંદરાનો હુમલો

અમદાવાદના વસ્રાલમાં ફરી એકવાર વાંદરાએ આતંક મચાવ્યો. ફ્લેટના પાર્કિંગમાં ચાલતી જતી કિશોરીને પાછળથી આવી પગે બચકું ભરી લીધું.. આ ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી

પોલીસે સગીરની હત્યાને હાર્ટ-એટેકમાં ખપાવી દીધી

રાજકોટ પોલીસે 17 વર્ષના સગીરની હત્યાને હાર્ટ-એટેકમાં ખપાવી દીધાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પરિવારની ગેરહાજરીમાં દીકરાની હત્યા થઈ હતી, પોલીસે પરિવારને હાર્ટ-એટેકથી મોત થયાનું કારણ ધરી મૃતદેહ સોંપ્યો હતો. ફેક્ટરીમાં કામ કરતા સગીરને બોથડ પદાર્થ મારી તેની હત્યા કરાયાના સીસીટીવી સાથે પરિવારે પોલીસ પર આક્ષેપ કરી ન્યાયની માગ કરી છે.

રમકડાના પ્લેન પર નકલી નોટો વરસાવી વિરોધ

1400 કરોડના ખર્ચે બનેલા હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટો નહીં ઊડવા મુદ્દે કૉંગ્રેસે વિરોધ કર્યો. બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેન પર ઉપર નકલી નોટોનો વરસાદ કરી આક્રોશ ઠાલવ્યો. આ વિરોધમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસ કાર્યકરો જોડાયા હતા.

એકસાથે પરિવારના ચાર સભ્યની નનામી ઊઠી

દ્વારકાના ભાણવડના ધારાગઢ ગામ નજીક એક જ પરિવારના ચાર સભ્યે સામૂહિક આપઘાત કર્યો હતો. આજે ચારેયની તેમના વતનમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી, જેમાં આખું ગામ હીબકે ચઢ્યું હતુ.. આર્થિક સંકડામણથી કંટાળી પરિવારે આત્મહત્યા કરી હતી..Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!