GUJARAT

નિષ્ઠુર માતાની શોધખોણ: સરખેજમાં અજાણી મહિલા અધૂરા માસે જન્મેલુ ભૃણ મૂકીને ફરાર, કૂતરુ મોંમા લઈ જતાં સફાઈ કામદારે છોડાવ્યું – Ahmedabad News

આપણા સમાજમાં માનવતા હવે મરી પરવારી હોય તેવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી હોય છે. શહેરમાં નવજાત બાળકોને તરછોડી દેવાના કિસ્સાઓ સતત વધવા માંડ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સરખેજ વિસ્તારમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા અધૂરા માસે જન્મેલુ ભૃણ નાંખી દેવામાં

.

કૂતરાને કાઢતાં મોંમા રહેલુ ભૃણ મૂકીને ભાગ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના સરખેજમાં પીજીમાં સાફ સફાઈનું કામ કરીને ગુજરાન ચલાવતા ભાનુબેન બારૈયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પીજીમાં સાફ-સફાઈ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રે તેઓ જમી પરવારીને એંઠવાડ નાંખવા માટે બહાર આવ્યા હતાં. ત્યારે એક કૂતરુ તેના મોંઢામાં નોળીયા જેવું કંઈ લઈને ઉભું હતું. ભાનુબેને કૂતરાને કાઢતાં કૂતરુ મોંમા રહેલુ ભૃણ મૂકીને ભાગી ગયું હતું. ભાનુબેને ત્યાં જઈને જોયું તે નોળિયા જેવુ નહીં પણ અધુરા માસે જન્મેલુ ભૃણ હતું.

પોલીસે માતાની શોધખોળ શરૂ કરી
ત્યારબાદ ભાનુબેને આસપાસના લોકોને બોલાવીને આ ભૃણ કોણ ફેંકી ગયું એની તપાસ કરી હતી, પણ કોઈ ભાળ મળી નહોતી. જેથી આ ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને ભૃણ ત્યજવા વાળી વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!