GUJARAT

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદની મુલાકાતે: દાહોદમાં મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહારો કર્યા, કહ્યું- ‘ભાજપ સરકારના મંત્રી અને અધિકારીની મિલીભગતથી કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે’ – Dahod News


ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને ડેડીયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા આજે દાહોદ જીલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે લીમખેડા સર્કિટ હાઉસ ખાતે દાહોદ જીલ્લા આમ આદમી પાર્ટીના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરીને આવનારી

.

દાહોદ જીલ્લાના લીમખેડા ખાતે ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ લીમખેડા સરકીટ હાઉસ ખાતે આપ ના કાર્યકર્તાઓ અને જીલ્લાના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી બેઠક યોજી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, દાહોદ જીલ્લામાં આવનાર સમયમા યોજાનાર દેવગઢ બારીઆ અને ઝાલોદ નગરપાલિકાની ચુંટણી તેમજ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીની તૈયારીઓના ભાગ રૂપે આજે દાહોદ જીલ્લાના સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત યોજી હતી, સાથે દાહોદ જીલ્લાના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામા આવેલા 700 થી 800 કરોડ રુપીયાના વિકાસના કામોનુ આયોજન દાહોદના ભાજપ ના નેતાઓ એ તેમને કેટલી કટકી મળશે તે પ્રમાણે આયોજન કર્યુ છે તેમ જણાવ્યુ હતુ.

મનરેગા યોજનામા 600 થી 700 કરોડનો ભ્રષ્ટાચાર: ચૈતર વસાવા
દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે, મનરેગા યોજનામા બિનકુશળ શ્રમિકોને 100 દિવસની રોજગારી આપવાનો હેતુ સરકારનો છે, તેમ છતા દાહોદ જીલ્લાના નેતાઓ, અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા મટીરીયલ પુરુ પાડવાના નામે દાહોદ જીલ્લા બહારની એજન્સીઓને એક પણ ગાડી રેતી કપચી નાંખ્યા વગર 600 થી 700 કરોડ રુપીયા જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને ચુકવી દેવામા આવ્યા છે તેવા આક્ષેપો લગાવ્યા હતા.

દાહોદના આદિવાસીઓની જમીન બિલ્ડરોએ પચાવી પાડી: ચૈતર વસાવા
દાહોદ જિલ્લાના ગરીબ આદિવાસીઓની જમીનો દાહોદના બિલ્ડરો દ્વારા બારોબાર એન.એ. કરી, ભાડા કરારો કરી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડીંગો બનાવી દેવામા આવી છે તે બાબતે દાહોદ કલેક્ટરને પત્ર લખી યોગ્ય તપાસની માંગણી કરવામા આવશે તેમ જણાવ્યુ હતુ.

દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ ભાગ બટાઈ માટે બાખડી રહ્યા છે: ચૈતર વસાવા
રાજ્ય સરકાર દ્વારા દાહોદની જનતાના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ દાહોદ નગરપાલિકાના હાલના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કટરાગ ચાલી રહ્યું છે ત્યારે આ બાબતે ચેતર વસાવા એ જણાવ્યું હતું કે, દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ ને શહેરના વિકાસમાં કોઈ રસ નથી તેઓ માત્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટના નાણાંની ભાગ બટાઈ માટે ખેંચતાણ કરી રહ્યા છે, દાહોદના શહેરીજનો હાલમા રસ્તાઓ, પીવાના પાણીની તેમજ ગટરની સમસ્યાથી પીડાઈ રહી છે, ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી જરૂર જણાય તો પ્રજાનો અવાજ બનીને મેદાનમાં ઉતરશે તેમ જણાવ્યું હતું.

દાહોદ જિલ્લાના પ્રવાસે આવેલા ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારમાં ચાલતી એકલવ્ય મોડેલ શાળામા સરકાર દ્વારા ભરતી કરવામા આવેલા અન્ય રાજ્યોના હિન્દી ભાષી શિક્ષકોની ભરતી અંગે પણ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. અને ગુજરાતમા ચાલતી આદિવાસી બાળકો માટેની એકલવ્ય મોડેલ સ્કૂલોમા સ્થાનિક શિક્ષકોની ભરતી કરવાની માગ કરી હતી. એકલવ્ય મોડેલ શાળામાં શિક્ષકો તેમજ વહીવટી સ્ટાફની ભરતી કરી છે, તેઓને ગુજરાતી વાંચતા લખતા, બોલતા આવડતુ નથી સાથે ગુજરાતી ભાષા સમજતા પણ નથી જેથી ગુજરાતી મિડીયમની આ શાળામાં હિન્દી ભાષી રાજ્યના શિક્ષકો અમારા બાળકોને કઈ રીતે ગુજરાતી ભણાવશે તેવા સવાલો ઉભા કર્યા હતા. અને ગુજરાત સરકારે આ મામલે ગંભીરતાથી વિચારવું જોઈએ તેમ જણાવ્યુ હતુ. દાહોદ જિલ્લાની ચેતર વસાવાની મુલાકાત દરમિયાન દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશ બારીયા, લોકસભાના ઇન્ચાર્જ નરેશ બારીયા, પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા સહિતના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!