GUJARAT

મ્યુ. કમિશ્નરનો મહત્વનો નિર્ણય: રાજકોટ મનપાનાં ફાયર વિભાગના તમામ 11 સ્ટેશન ઓફિસરોની બદલી કરાઈ, વિપક્ષની રજૂઆત બાદ તંત્ર જાગ્યું – Rajkot News


રાજકોટનાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગનાં દોઢ મહિનાથી ઉગ્ર પડઘા પડ્યા છે. આ અંગેના ઘટનાક્રમ વચ્ચે હાલમાં કોંગ્રેસે ફાયર બ્રિગેડ શાખામાં બદલીઓની માંગ કરી હતી. કોંગ્રેસની આ માંગણીનો પડઘો પડયો છે તેમજ મ્યુ. કમિશ્નર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે

.

11 સ્ટેશન ઓફિસરની એકબીજાના ફાયર સ્ટેશન વિસ્તારમાં બદલી કરવામાં આવી
પ્રાપ્ત વિગત મુજબ તાજેતરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ ફાયર સ્ટેશનોમાં રહેલા અનેક પ્રકારના ન્યુસન્સ દુર કરવા અને જવાબદારી ગંભીર બનાવવા કમિશ્નરને રજૂઆત કરી હતી. જેમાં લાંબા સમયથી એક સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત મ્યુ. કમિશ્નર દેવાંગ દેસાઈ દ્વારા ફાયર એન્ડ ઇમજન્સી સર્વિર્સીસ શાખાના 11 જેટલા સ્ટેશન ઓફિસરની એકબીજાના ફાયર સ્ટેશન વિસ્તારમાં બદલી કરવામાં આવી છે. અને મવડી, કનક રોડ, કાલાવડ રોડ, કોઠારીયા રોડ, બેડી પરા, રેલનગર ફાયર સ્ટેશનના અધિકારીઓ બદલાયા છે.

નવા હુકમ મુજબ હવે યોગેશ જાનીને કનક રોડ (વોર્ડ નં.7), મુબારક જુણેજાને કનક રોડ (વોર્ડ નં.14), શૈલેષ નડીયાપરાને કાલાવડ રોડ (વોર્ડ નં.10, 11), કિરીટ કોલીને કાલાવડ રોડ (વોર્ડ નં.8), અમિત દવેને બેડીપરા (વોર્ડ નં. 5, 6, 15), આનંદ બારીયાને મવડી (વોર્ડ નં.12), લક્ષ્મણ મઠીયાને મવડી (વોર્ડ નં.13), ફિરોઝ લુવાનીને રામાપીર ચોક (વોર્ડ નં.1-9), દિનેશ ચાંચીયાને રેલનગર (વોર્ડ નં.2, 3), અશોકસિંહ ઝાલાને કોઠારીયા (વોર્ડ નં. 16, 17, 18)માં બદલવામાં આવ્યા છે. જયારે રહીમ જોબાણને ઇમરજન્સી રીસ્પોન્સ સેલ (વોર્ડ નં.4)માં મુકવામાં આવ્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!