GUJARAT

સાગઠિયાનું વધુ એક ભોપાળું છતું થયું: રાજકોટમાં ઇમ્પેક્ટ ફીના નામે સ્કૂલ-કોલેજો તેમજ હોસ્પિટલોને ડોમ બાંધવા છૂટોદોર આપ્યો’તો; મનપા 80 જેટલા ડોમ તોડશે – Rajkot News


રાજકોટનાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાનાં એક પછી એક કાળાં કરતૂતો સામે આવી રહ્યાં છે. ત્યારે સાગઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જેમાં ઇમ્પેકટ ફીનાં નામે સ્કૂલો અને કોલેજો તેમજ હોસ્પિટલોને ડોમ બાંધવાનો છૂટોદોર અપા

.

સાગઠિયાએ અનેક બાંધકામોને કાયદેસર કર્યાઃ કોંગ્રેસ
આ અંગે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આ અંગે વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં 700 કરતાં વધુ સ્કૂલોમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ડોમ છે. જે સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરતા છાત્રો માટે જોખમી છે. રજૂઆત બાદ વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ અને મનપા દ્વારા આવા ડોમ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી.

કૌભાંડી મનસુખ સાગઠિયાએ પોતાના કાર્યકાળમાં અનેક ગેરકાયદે કામો કર્યાં.

‘700 કરતાં વધુ સ્કૂલોમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ડોમ’
મનપાના પૂર્વ ટીપીઓ સાગઠિયા હાલ જેલમાં છે. તેણે અગાઉ ઇમ્પેક્ટ ફી હેઠળ આવાં અનેક જોખમી બાંધકામ કાયદેસર કરી આપ્યાં હતાં. ખરેખર ઇમ્પેક્ટ ફી રેગ્યુલર બાંધકામમાં થતા ફેરફાર માટે હોય છે, પરંતુ સાગઠિયા દ્વારા રૂપિયા કમાવા માટે અનેક સ્કૂલ-કોલેજોના ડોમ ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ કાયદેસર કરવામાં આવ્યા હતા. આ કારણે બિનકાયદેસર રીતે અનેક સ્કૂલોએ પ્લાસ્ટિકના ડોમ ખડકી ઇમ્પેક્ટ ફી ભરી હતી.

રાજકોટમાં મોટી સંખ્યામાં સ્કૂલ-કોલેજો અને હોસ્ટિલોના શેડ પ્લાસ્ટિકના બન્યા.

રાજકોટમાં મોટી સંખ્યામાં સ્કૂલ-કોલેજો અને હોસ્ટિલોના શેડ પ્લાસ્ટિકના બન્યા.

‘કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ?’
હાલમાં પણ આવી સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? સાગઠિયાએ રૂપિયા બનાવવા માટે લોકોની સુરક્ષા સાથે ચેડાં કર્યાં છે. ત્યારે આવા ડોમની ઇમ્પેક્ટ ફી રદ કરી આવા બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મામલે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં આ પ્રકારનાં જોખમી બાંધકામો દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.

700થી વધુ સ્કૂલોના શેડ પ્લાસ્ટિકના હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.

700થી વધુ સ્કૂલોના શેડ પ્લાસ્ટિકના હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.

કોર્પોરેશન આગામી સમયમાં 80 ડોમ તોડી પાડશે
ઉલ્લેખનીય છે કે, ટીઆરપી અગ્નિકાંડ બાદ નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં ફાયર એનઓસી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્કૂલ-કોલેજો, હોસ્પિટલો-રેસ્ટોરન્ટો સહિતનાં સ્થળોએ ચેકિંગ હાથ ધરીને ફાયર એનઓસી, ફાયરનાં સાધનો ન હોય તેવી મિલકતોને સીલ કરવામાં આવી હતી. ફાયર એનઓસી ઝુંબેશમાં સાગઠિયાના કાળમાં સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ સહિતના સ્થળે ઇમ્પેક્ટ ફી હેઠળ જોખમી બાંધકામોને કાયદેસર કરી દેવાયાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં હોસ્પિટલ, સ્કૂલો અને કોલેજના આવા 80 ડોમ તોડી પાડવા કોર્પોરેશન કાર્યવાહી કરશે.

મોટી દુર્ઘટના પહેલાં કોર્પોરેશન કાર્યવાહી કરે એ જરૂરી.

મોટી દુર્ઘટના પહેલાં કોર્પોરેશન કાર્યવાહી કરે એ જરૂરી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!