GUJARAT

ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ: અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ, શાળા-કોલેજો બંધ રખાઈ – Bharuch News


ભરૂચ ગતરોજ મધ્યરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે ભરૂચ શહેર અને તાલુકાનાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે.શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.ત્યારે ભારે વરસાદના કારણે લોકોના જનજીવન પર પણ અસર વર્તાઈ છે.ત્યારે ભરૂચ જિલ્લામાં આજે ઓર

.

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે
હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ વરસાદી સીસ્ટમ સક્રિય થતા સમગ્ર દક્ષિણમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં ગતરોજ મધ્યરાત્રિ થી શરૂ થયેલા ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી જ પાણી કરી દીધા છે.શહેર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે શહેરમાં ફુરજા ચારરસ્તા,પીરકાઠી,છીપવાડ,સેવાશ્રમ સહિતના અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે. અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી છે.

જિલ્લા કલેકટરે સોશ્યલ મીડિયામાં માહિતી આપી
બીજી તરફ ભારે વરસાદ અને હવામાન વિભાગે આપેલી આગાહીને લઈને જિલ્લા કલેકટર તુષાર સુમેરા સોશ્યલ મીડિયા થકી એક માહિતી આપી હતી કે,ભારે વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે તા.24 જુલાઈ 2024ના બુધવારના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા સિવાય તમામ તાલુકાના આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI માં શિક્ષણકાર્ય બંધ રહેશે અથવા Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ
ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં જંબુસર 9 મી.મી, આમોદ 5 મી.મી.,વાગરા 11 મી.મી,ભરૂચ 1 ઇંચ, ઝઘડિયા 3 ઇંચ,અંકલેશ્વર 1.5 ઇંચ,હાંસોટ 4 ઇંચ, વાલિયા 3.5 ઇંચ અને નેત્રંગ 1.5 ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!