GUJARAT

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: ગુજરાતના દરિયાકાંઠા પર ભારે મોજા ઉછળી શકે છે, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના – Ahmedabad News


હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલ સુધીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વી અરબ સાગર તરફ સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જે ગુજરાતના ઉત્તર ભાગ અને આસપાસના વિસ્તારમાં પહોંચી જશે. તેને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉ

.

ઉત્તર ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય
આજે સાઈક્લોનિક સરક્યુલેશન ઉત્તર ગુજરાતમાં સક્રિય બન્યું છે. તેને કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પર ભારે મોજા ઉછળી શકે છે. તેને કારણે આગામી બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

દ્વારકા પાસેના દરિયામાં પણ ભારે કરંટની સ્થિતિ
દ્વારકા પાસેના દરિયામાં પણ ભારે કરંટની સ્થિતિ સર્જાઈ છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈને બેસી રહે
જો કે, ગુજરાતમાં ચોમાસાની સામાન્ય સ્થિતિ 15 જૂને શરૂ થાય તેના ચાર દિવસ વીતી ગયા હોવા છતાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસાએ પ્રવેશ કર્યો નથી. તેને કારણે ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈને બેસી રહે છે અને ચિંતિત બન્યા છે. જો કે, આજે પણ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની શક્યતા મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે.

વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે છે
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રવેશ કર્યો છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસું અટવાય રહ્યું છે. જેને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદી ઝાપટા બાદ બફારાનું પ્રમાણ વધતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ બફારાની વચ્ચે થોડા થોડા વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે છે.

ચોમાસુ વિધિવત્ રીતે ગુજરાતના ભાગોને આવરી લેશે
હાલમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસું દક્ષિણ ગુજરાત તરફથી પ્રવેશ કર્યા બાદ આગળ વધ્યું નથી. હાલમાં અરબ સાગર પાસે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને કારણે ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધી શક્યું નથી અને વલસાડ તથા નવસારીમાં જ અટવાયું છે. પરંતુ આગામી દિવસોમાં સાઈક્લોનિક સરક્યુલેશન અસર ઓછી થતાં ચોમાસુ વિધિવત્ રીતે ગુજરાતના ભાગોને આવરી લેશે તેવી શક્યતા છે.

આ ક્યાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ તથા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે 20 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે. જો કે, આ વર્ષે ચોમાસુ વહેલું હોવા છતાં પણ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરને પગલે આગળ વધી શક્યું નથી. આથી મધ્ય ગુજરાત સુધી પણ ચોમાસુ પહોચ્યું ન હોવાને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પરંતુ હવામાન વિભાગનું માનવામાં આવે તો આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસુ પહોંચી શકે છે. મહત્વનું છે કે, આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સિવાયના
ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં ચોમાસુ પ્રવેશ્યું નથી
અમદાવાદ શહેરમાં ચોમાસુ પ્રવેશ્યું નથી. પરંતુ છૂટા છવાયા વરસાદી ઝાપટાને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો આવ્યો છે. પરંતુ હ્યુમિડિટીનું પ્રમાણ વધતા શહેરીજનોને બફારો સહન કરવો પડી રહ્યો છે. આજે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે બફારાનું પ્રમાણ વધુ રહેશે. સવારે અને સાંજે અમદાવાદ શહેરમાં યુનિટીનું પ્રમાણ 50-60%ની આસપાસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની પણ પૂરેપૂરી સંભાવના છે. આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહી શકે છે. જો કે, છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!