GUJARAT

AAP કોર્પોરેટરોનું 10 લાખનું લાંચ પ્રકરણ: લ્યો બોલો ACB ફરિયાદીને કોન્ટ્રાક્ટર બતાવી રહી છે તે કોન્ટ્રાક્ટર જ નથી! મનપાના અધિકારીઓ સામે કાર્યવાહી શા માટે નહીં? – Surat News

સુરતમાં આપ કોર્પોરેટરો પર 10 લાખ રૂપિયા લાંચ પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો જે ફરિયાદીને કોન્ટ્રાક્ટર બતાવી રહી છે તે ફરિયાદી સુરત મહાનગરપાલિકાના કાગળો પર કોન્ટ્રાક્ટર જ નથી. એટલું જ નહીં જે ઓડિયોના FSL રિપોર્ટ બાદ ACBએ બે આમ આદમી પ

.

સુરત એન્ટીકરપ્શન બ્યુરોએ ફરિયાદીના અરજીના આધાર પર તપાસ કરી આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો ઉપર 10 લાખ રૂપિયાની લાંચ લેવાની ફરિયાદ નોંધી છે. FIRમાં સ્પષ્ટપણે એન્ટીકરપ્શન બ્યુરોએ ફરિયાદીને સુરત મહાનગરપાલિકાના પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટર જણાવી રહી છે. પોતાની ફરિયાદમાં એન્ટીકરપ્શન બ્યુરો આ પણ જણાવે છે કે, ફરિયાદીના જણાવ્યા મુજબ તે મહાનગરપાલિકામાં પે એન્ડ પાર્કનું ટેન્ડર ભરી કોન્ટ્રાક્ટ લઈ કામ કરે છે. ટીપી નંબર 53 મગોબ ફા. પ્લોટ નંબર 88. ખાતેના પેન્ટ પાર્કમાં તે કોન્ટ્રાક્ટર છે. આ સમગ્ર મામલે જ્યાં આદમી પાર્ટીના કોર્પોરેટરે આવીને લાચની માગણી કરી હતી. પરંતુ સૌથી અગત્યની વાત છે કે, પોલીસ જે ફરિયાદીને કોન્ટ્રાક્ટર બતાવીને ફરિયાદ દાખલ કરી છે તે પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર જ નથી.

સાહેદો અને આક્ષેપિતોના અવાજ FSLમાં હાઈ પ્રોબલ આઇડેન્ટિટી હોવાનું પોતે ACB જણાવે છે

પાલિકાના કાગળ પર મુકેશ સવાણી કોન્ટ્રાક્ટર છે
પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ પહેલા આઇપીઇએમ એન્ટરપ્રાઇઝીસને આપવામાં આવ્યો હતો. જેના કોન્ટ્રાક્ટર મુકેશ સવાણી હતા. પાલિકાના કાગળ પર મુકેશ સવાણી કોન્ટ્રાક્ટર છે, પરંતુ ફરિયાદી કોન્ટ્રાક્ટર નથી. ફરિયાદી મુકેશના ભાઈ છે. આઈપીઈએમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા પાલિકાએ આ કોન્ટ્રાક્ટ વાસુ ડેવલોપર્સને આપ્યો હતો. વાસુ ડેવલોપર્સના કોન્ટ્રાક્ટર ધર્મેશ છે. અહીં પણ કોન્ટ્રાક્ટર તરીકે કાગળમાં ફરિયાદીનું નામ નથી. વાસુ ડેવલોપર્સના કોન્ટ્રાક્ટર ધર્મેશ ફરિયાદીનો સાળો છે. પાલિકામાં ક્યાંય પણ કાગળ ઉપર ફરિયાદી કોન્ટ્રાક્ટર નથી. જ્યારે આઈપીઆઈએમ એન્ટરપ્રાઇઝીસનો કરાર પૂર્ણ થયો ત્યારબાદ બીજી કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું તેના બે માસ વચ્ચે ફરિયાદી પે એન્ડ પાર્કમાં આવનાર વાહનોને પાર્ક કરાવતા હતા અને પાર્કિંગ ચાર્જ લેતા હતા.

આ મામલે દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર નથી. અગાઉ આ કોન્ટ્રાક્ટ મુકેશ સવાણીને આપવામાં આવ્યો તે મારો ભાઈ છે અને હાલ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે મારો સાળો છે.

ફરિયાદીએ 15 જૂને એન્ટીકરપ્શન બ્યુરોમાં અરજી કરી હતી
હવે સૌથી અગત્યની વાત આ પણ છે કે, જ્યારે ફરિયાદી પોતે કહી રહ્યો છે કે, તે કોન્ટ્રાક્ટર નથી તેમ છતાં એન્ટીકરપ્શન બ્યુરોએ FIR દાખલ કરતી વેળાએ ફરિયાદીને ટીપી નંબર 53 મગોબ ફા.પ્લોટ નંબર 88. ખાતેના પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટર જણાવ્યો છે. ફરિયાદીએ 15મી જૂનના રોજ એન્ટીકરપ્શન બ્યુરોમાં અરજી કરી હતી તેના અઢી મહિના બાદ એન્ટીકરપ્શન બ્યુરોએ ફરિયાદ દાખલ કરી. પરંતુ પોતાની આ ફરિયાદમાં તેઓ ફરિયાદીને કોન્ટ્રાક્ટર બતાવી રહ્યા.

આરોપી AAP કોર્પોરેટર વિપુલ સુહાગિયા

આરોપી AAP કોર્પોરેટર વિપુલ સુહાગિયા

અવાજના નમૂના પણ લેવડાવવામાં આવ્યા
એટલું જ નહીં FIRમાં એન્ટીકરપ્શન બ્યુરોએ જણાવ્યું છે કે, જે અરજી ફરિયાદી તરફથી કરવામાં આવી હતી તેના આધારે અપેક્ષિત અને સાહેદોના નિવેદન અને પૂરાવા એકત્ર કરવામાં આવ્યા. તેમજ તેઓને ડીએસએફ ગાંધીનગર ખાતે અવાજના નમૂના પણ લેવડાવવામાં આવ્યા છે. અવાજના નમુનાની ડીએસએફ ગાંધીનગરની કચેરીથી 14 ઓગસ્ટ 2024ના રોજ મળી હતી. ફરિયાદી દ્વારા વોઇસ રેકોર્ડર ડીવાયએસમાંથી સુરતથી એફએસએલ રિપોર્ટ સાથે સીડી ડીવીડીને ગાંધીનગર ખાતેથી લેવામાં આવેલા અવાજના નમૂનાની સ્પેસિમેન સીડીને વોઇસ સ્પેટ્રોગ્રાફી પૃથ્વીકરણ અભિપ્રાય માટે એફએસએલ સુરત ખાતે મોકલતા અરજદાર સાહેદો તથા આક્ષેપિતોના અવાજ ઓળખાયેલ તે હાઈ પ્રોબલ આઇડેન્ટિટી હોવાનું જણાવ્યું છે.

માત્ર આપના બે કોર્પોરેટર સામે જ ફરિયાદ કેમ?
જ્યારે એફએસએલ રિપોર્ટમાં ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ અને વોઇસ રેકોર્ડિંગ પ્રમાણે અવાજ ઓળખવામાં આવ્યા છે તેમ છતાં એન્ટીકરપ્શન બ્યુરોએ અત્યારસુધી માત્ર બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિરુદ્ધ જ ફરિયાદ નોંધી છે. જ્યારે પોતાની અરજીમાં સ્પષ્ટપણે ફરિયાદીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના બંને કોર્પોરેટર 11 લાખ રૂપિયાની લાંચ માગી રહ્યા હતા અને તે માટે આસિસ્ટન્ટ કમિશનર દ્વારા તેમને વરાછા ઝોન ઓફિસમાં બોલાવીને સમાધાન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં ઓડિયોમાં આસિસ્ટન્ટ કમિશનર અને કાર્યપાલક એન્જિનિયરનો અવાજ અને ફરિયાદીનો અવાજ હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

બંને અધિકારીઓ ગાંધીનગર પણ ગયા હતા
એટલું જ નહીં આસિસ્ટન્ટ કમિશનર ડી.યુ. રાણી અને કાર્યપાલક એન્જિનિયર કે.એલ. વસાવાના નામ ફરિયાદીએ આપ્યા હતા. ત્યારબાદ વોઈસ સ્પેક્ટોગ્રાફી માટે આ બંને અધિકારીઓ ગાંધીનગર પણ ગયા હતા અને સેમ્પલ પણ આપ્યા છે. પોતાની ફરિયાદમાં પોતે એન્ટીકરપ્શન બ્યુરો માની રહી છે કે જે પણ ફરિયાદી દ્વારા આક્ષેપીતો છે તેમના અવાજ ઓળખાય છે અને એફઆઇઆરમાં પોતે તમામ સંવાદનો ઉલ્લેખ એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવેલ છે તો શા માટે અત્યારસુધી આ બંને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી તે મોટો પ્રશ્ન છે.

આરોપી AAP કોર્પોરેટર જિતુ કાછડિયા

આરોપી AAP કોર્પોરેટર જિતુ કાછડિયા

ઓડિયોમાં 80% અવાજ આસિસ્ટન્ટ કમિશનરનો છે
આ સમગ્ર મામલે કોર્પોરેટર વિપુલ સુહાગિયાના વકીલ વિલાસ પાટીલે જણાવ્યું હતું કે, કાયદેસર રીતે પાલિકાના કોઈપણ કાગળ પર ફરિયાદી કોન્ટ્રાક્ટર નથી. બીજી બાજુ આસિસ્ટન્ટ કમિશનરે જ ફરિયાદી અને અન્ય લોકોને વરાછા ઝોન ઓફિસમાં બોલાવ્યા હતા. ઓડિયોમાં 80% અવાજ આસિસ્ટન્ટ કમિશનરનો છે. એન્ટીકરપ્શન બ્યુરોએ તમામ લોકોના વોઇસ સ્પેક્ટો ગ્રાફી પણ કર્યા છે અને એફએસએલ રિપોર્ટમાં પણ આવા જ આક્ષેપિતોનું છે તે સ્પષ્ટપણે એફઆઇઆરમાં ઉલ્લેખ છે અને ફરિયાદીએ અધિકારીઓ સામે પણ અરજી કરી હતી તો અત્યારસુધી માત્ર કોર્પોરેટર જ કેમ અધિકારીઓ સામે શા માટે કાર્યવાહી એન્ટી કરપ્શન કરતી નથી.

વાતચીતની ઓડિયો-ક્લિપ
ફરિયાદી:
બપોરે વરાછા ઝોન ઓફિસમાં જાય છે અને પહેલાં માળે લોબીમાં વચેટિયા જેવા કે ભાવેશ જસાણી સાથે ઊભા રહે છે. તા. 1/4/2024 રેકોર્ડિગની શરૂઆતની 0થી 6.55 મિનિટ સુધી પછી વરાછા ઝોન-એના ઝોનલ ઓફિસરની ઓફિસમાં જાય છે. ત્યાં ઓફિસની અંદર કાર્યપાલક ઈજનેર વરાછા ઝોન-એ કમલેશ એલ. વસાવા સાહેબ બેઠા છે અને આસિ. મ્યુ. કમિશનર ધનંજય યુ. રાણે પણ બેઠા છે અને ફરિયાદીને નીચે મુજબ કહે છે.

આસિ. મ્યુ. કમિશનર: શું છે. આવી ગ્યા બધા. શું તફલીક છે ભાઈ,

ફરિયાદી: કોઈ તફલીક નથી,

આસિ. મ્યુ. કમિશનર: તમારા કાગળની પૂછતાછ કરતા હતા, જિતુભાઈ કાછડિયા (કોર્પોરેટર, સુરત) (જિતુભાઈ કાછડિયા પણ ઝોનલ ઓફિસરની ઓફિસમાં બેઠા છે.)

કાર્યપાલક: (પટાવાળાને કહે છે.) બધાના ફોન લઈ લો. તેવું ફરિયાદીને કહે છે. આપી દો ભાઈ, મારો ફોન લઈ લો,

આસિ. મ્યુ. કમિશનર: મેં પણ આપી દીધો, સવાણી અમારે આ બાબતે તે દિવસે જે પણ ઘટના બની અને તમારે જે પણ ડિસ્યુઅલ થયું અને એમાં આ જગ્યા પણ આ બાબતે ભેગા થવાને અને અમે આજે તમને ઈન્વાઈટ કરીએ અને આ કરીએ, વાત હતી કે અમે તે દિવસે જે કાગળમાં લખીને આપ્યું છે પણ એક માનવતાના ધોરણે અને જે હકીકત કહેવાય સિદ્ધાંત પ્રમાણે અને એ મારી પાસે એમની પસંદગી એમ કરી કે એ તમે રાખો, એ વસ્તુ આજે હું લાવ્યો છું. એટલે આમાં જે નિર્ણય કરવાનો હોય તે તમે લોકો કરો. તે દિવસે તમારી જગ્યામાં જસાણીભાઈને અમે હતા અને વસાવા સાહેબ હતા અને આરોગ્ય અધિકારી પણ હતા,

ફરિયાદી: રાણે સાહેબ આપણે જે વાત કરી હતી, જે તમે કીધું હતું કે તમને કમિટમેન્ટ થાય તે યોગ્ય છે બરાબર, એને આપણે,

આસિ. મ્યુ. કમિશનર: ખાલી જોઈને મેં કીધું કે તમને વિશ્વાસ છે, આ જ છે તે કાગળ તમારો,

ફરિયાદી: એ જ છે, જે મેં તમને કીધું કે ફોટો પાડવા દો, મને જરૂર છે નહીં,

આસિ. મ્યુ. કમિશનર: પણ, આ ઈસ્યૂ જુઓ ઓફિસના અધિકારીને કંઈ લેવાદેવા નથી, તમે ડાહ્યા છો, બેનની સાથે પણ એ દિવસે…

ફરિયાદી: જો, જે પણ કમિટમેન્ટ થયું એમાં મેં કઈ ના નથી પાડી કોઈપણ વસ્તુની,

આસિ. મ્યુ. કમિશનર: અને ગમે ત્યારે શું કર્યું ના કર્યું એનું અમારે કંઈ સમજવાનું ના હોય,

ફરિયાદી: ભલે સમજવાનું હોય કે નહીં, એમાં

જિતુ કાછડિયા (કોર્પોરેટર): ભાઈ તમને એમાં કીધું હતું કે જે આ બધું ગૌશાળામાં નાખી દેજો એમ વાત થઈ હતી, તમારામાં મેસેજ નાખી દીધો હતો, (ભાવેશ જસાણીને કહે છે),

આસિ. મ્યુ. કમિશનર: વિશ્વાસે બધું ચાલતું હોય એ વિશ્વાસે મને આપ્યું, મેં કીધું કે હું તમને તો નહીં જ આપું એમની સામે, તમારા વિશ્વાસે એ રહ્યા, અમારે જે કંઈ આ થયું એ તમારે પૂરું કરવું જોઈએ,
ફરિયાદી: જે રકમ નક્કી થઈ, રૂ. 10થી 11 લાખ રૂપિયા નક્કી થયા છે, થોડું છે મેં ના નથી પાડી જિતુભાઈ,

જિતુ કાછડિયા (કોર્પોરેટર): મારે ત્યાં આ બનાવ બની ગયેલ છે (છોકરાનું મરણ થયેલ છે) તે હવે આગલા દિવસે મળ્યા, મારે આ બનાવ બની ગયેલ છે એટલે મારે આ પૈસા નથી જોઈતા, જો આ રહ્યો (ભાવેશ), મેં કીધું હતું?

ભાવેશ જસાણી (પારુલ ગૌશાળા): હા ગૌશાળામાં નાખવાનું મને કીધું (ગૌશાળા જિતુ કાછડિયાની છે)

ફરિયાદી: પછી આપણે કાલે મળ્યા ત્યારે મેં કીધું કે હું તમને બે દિવસમાં કરી દઈશ,

જિતુ કાછડિયા (કોર્પોરેટર): ભાવેશને કહે છે નહીં નહીં, કાલે શું વાત થઈ ભાઈ મને કહો તમે,

ફરિયાદી: ડોક્યુમેન્ટ… ડોક્યુમેન્ટ,

જિતુ કાછડિયા (કોર્પોરેટર): પૈસા એ જ ડોક્યુમેન્ટ કહેવાય, ચર્ચા કરતા હોઈને પૈસા એને જ ડોક્યુમેન્ટ કહેવાય, તમે ડોક્યુમેન્ટ આપી જજો, તમને શું કીધુ્ં (ભાવેશ),

ભાવેશ જસાણી: એણે મને એમ કીધું કે ડોક્યુમેન્ટ…

ફરિયાદી: મેં કીધું પૈસા તો બરોબર, પણ એ ડોક્યુમેન્ટનું કહે છે હું સમજ્યો નહીં,

જિતુ કાછડિયા (કોર્પોરેટર): એ એમ કહે છે (ભાવેશ), હું ડાયરેક્ટ આપું, હું થોડો ડાયરેક્ટ પૈસા લેવા જવાનો છું?
ફરિયાદી: હા, પણ કાંઈ નહીં જિતુભાઈ, તમે કીધું કે ભાવેશભાઈને આપી દેજો, આપણે શું કીધું કે આપી દેશું, ભાવેશભાઈ જે આપણે કાલે નક્કી થયું (10 લાખ),

જિતુ કાછડિયા (કોર્પોરેટર): નહીં, નહીં, તમે એવું કીધું કે હું ભાવેશભાઈને શું કામ પૈસા આપું? ભાવેશ જસાણી: પેલા ડાયરેક્ટ દેવાની વાત થઈ, પછી એવું કીધું કે ડોક્યુમેન્ટની વાત થઇ આપણે,

ફરિયાદી: મેં કીધું, આ 10 ડોક્યુમેન્ટ એ કયા, એ હું વિચાર કરતો હતો.

જિતુ કાછડિયા (કોર્પોરેટર): પૈસા ને જ ડોક્યુમેન્ટ કહેવાય, કોઈ તમને ચોખ્ખું ના કહે કે તું મને દે એમ,

ફરિયાદી: કાલે મિસ્ટેક થઈ હતી, મેં પૈસાની ના નથી પાડી, પણ ડોક્યુમેન્ટનો હું વિચાર કરતો હતો, એ કયા ડોક્યુમેન્ટ મારી પાસે માંગે છે, એટલે મેં એમ કીધું કે ડોક્યુમેન્ટ કયા…

આસિ. મ્યુ. કમિશનર: તમારી ડીલ અધરવાઈઝ, અમને તો જે પણ કંઈ અહીંયાં છે તે અમારે તો નિયમ અનુસાર તો આપવાનું થાય છે એમને (માફીપત્ર), એમને તમારી સાથે સૌજન્યતા કે જે કંઈ વાહિયાત પ્રમાણે જે કંઈ વર્તણૂક કરી તે તમારે શું ડીલ થઈ શું નથી થઈ, ક્યારે કરવાની હતી અને આ પ્લેટફોર્મ નથી ઓફિસોમાં બેસવાનું, વસાવા સાહેબે આમાં આપણને બેસવા દીધા બધાને, હું પણ આવ્યો ને આ બધું….

ફરિયાદી: કાલ, પરમ દિવસે મળીને અમારે નક્કી થઈ ગયું છે, રાણે સાહેબ બે દિવસમાં…

જિતુ કાછડિયા (કોર્પોરેટર): હેં તો ભાઈ મને વિશ્વાસ નથી,

ફરિયાદી: તો હું એને આપી દઈશ (ભાવેશને),

જિતુ કાછડિયા (કોર્પોરેટર): ઈ મને એમ કહેને કે ભાઈ, ઈ મને સાંજે આપી દેશે એટલે મેટર ક્લોઝ, અને આ બેઉં સાથે (આસિ. મ્યુ. કમિશનર અને કાર્યપાલક), એ પૈસા આ બેઉં સાહેબ જ્યાં કહે ત્યાં આપણે ધર્માદો કરી દેવાનો તમારા હાથથી, તમે એમાં કહોને કે આવું પાત્ર છે. એ પાત્રને આપણે દઈ દેશું,

આસિ. મ્યુ. કમિશનર: હું તમને રિસ્પેક્ટ આપું છું, એમના મિસીસે આમને ગાળો આપી છે. આ માણસે શું સમજવું (ફરિયાદીને કહે છે),

જિતુ કાછડિયા (કોર્પોરેટર): લાવોને સાહેબ, તે લીગલ ચાલુ કરી દઈએ એની,

ફરિયાદી: એ બંનેની મેટર અલગ હતી, તમારી મેટર અલગ છે,

જિતુ કાછડિયા (કોર્પોરેટર): વચ્ચે તેમને આ લાવ્યા હતા (ભાવેશને),

ભાવેશ જસાણી: એનો ફોન આવ્યો હતો (ફરિયાદીનો), નકર તો મને થોડી ખબર ત્યાં કોણ છે શું છે,

ફરિયાદી: ફોન મેં કર્યો હતો રાણે સાહેબ,

જિતુ કાછડિયા (કોર્પોરેટર): તો તમે આજે 25 દિવસ થઈ ગયા આ મેટ૨ને, 25-26 દિવસ થઈ ગયા, તોય તે આજકાલ, આજકાલ..

ફરિયાદી: જો એમાં એવું તમે સમજતા હોવ તો ખાલી વાત કરું, એ પૈસા ઓલાપણે ભરવાના થયા એમાં હું અટવાઈ ગયો હતો.

જિતુ કાછડિયા (કોર્પોરેટર): હવે જો સાહેબ એવી કોઈ વ્યક્તિ હોય, કે ભણવામાં હોય, કે ગાયુંના ઘાસની ગાડી.. તો 13 ગાડી તો મેં ખુદ નાખી મારા હાથથી, એનેય ખબર છે (ભાવેશને), 5-5 ગાડી ને 3-3 ગાડી આ જે આવે (પૈસા) ઈ આપણે એવી વ્યક્તિને કોઈ તમારી રૂબરૂમાં હોય કે પછી વિદ્યાર્થી નાનો હોય ભણવામાં હોય, આપણે આ બધું ત્યાં જવા દેવાનું છે, એ પણ આજનો ટાઈમ છે (પૈસા આપવાનો), કાલ સવારે તમારે મને આ બધા ડોક્યુમેન્ટ(પૈસા) આપી દેવાના…

આસિ. મ્યુ. કમિશનર: એક વ્યક્તિ એમ કહે, ફલાણો છે તે પટ્ટા ઉતારી નાખશે, બીજો એમ કહે, પેલા મહેશ સુરતના જે સવાણી તેમના ભત્રીજા છે,

જિતુ કાછડિયા (કોર્પોરેટર): કોણ કહે છે એવું…

આસિ. મ્યુ. કમિશનર: એ અમારે શું કામ સાંભળવાનું ભાઈ, તમે જેના પણ સગાં હોય, અમે તો ભગવાનનાં સગાં છીએ, પછી ત્રીજું નેત્ર ખૂલશે તો મજા નહીં આવે…

ફરિયાદી: હું ક્યારેય તમારી પાસે આવ્યો આ બાબતે…

આસિ. મ્યુ. કમિશનર: આવવું જ ના જોઈએ આ બાબતે,

ફરિયાદી: વસાવા સાહેબ પાસે કોઈ દિવસ આવ્યો?

આસિ. મ્યુ. કમિશનર: એમને પણ ક્લિયર થઈ જાય એટલા માટે અને આ કાગળ (માફીપત્ર)ની જવાબદારી એમણે મારા પર વિશ્વાસ કરીને મૂક્યો, એટલે મારી ફરજમાં આવે, મેં ખોલીને જોયો નથી એ દિવસનો (માફીપત્ર)…

ફરિયાદી: પણ મારે આપવાના જ છે( પૈસા), એટલે હું એને નથી મળવા ગયો, તમને પણ મળવા નથી ગયો બરાબર… બે દિવસમાં થઈ જશે,

જિતુ કાછડિયા (કોર્પોરેટર): હવે સાહેબ હું તો એમ કહું છું કે આજકાલ આજકાલ 25 દિવસ ખેંચાવ્યા (પૈસા માટે),

આસિ. મ્યુ. કમિશનર: વોટ એવર યૂ ડિસાઈડ, તમારો બંનેનો નિર્ણય,

જિતુ કાછડિયા (કોર્પોરેટર): સાહેબ મને આપી દો કાગળ (માફીપત્ર)

આસિ. મ્યુ. કમિશનર: તમે ફોન કરીને બોલાવ્યા, તમે જ્યારે ચર્ચા કરી ત્યારે જસાણી પણ હતા તમારી સાથે, ના ના તમે બંને જણે કરી આપણે ચર્ચામાં ભેગા થયા શું કામ પેલા નિદોર્ષ માણસને અંદર રાખો છો જે તમને સપોર્ટ કરે છે એને તમે..

ફરિયાદી: એને મેં ક્યાં ના પાડી, નથી એને ના પાડી કે નથી આને ના પાડી બરાબર.

ભાવેશ જસાણી: ના તો નથી પાડી, પણ એની વસ્તુ એવી છેને..

આસિ. મ્યુ. કમિશનર: તમે વિચારીને જ હા પાડી હશે ને, તો પછી હા નહોતી પાડવી તમારે, પ્રોબ્લેમ તો તમે જ ઊભો કર્યો..

જિતુ કાછડિયા (કોર્પોરેટર): આને મેં ત્યારે કીધું હતું કે તમે લઈને પતાવી દેજો, તો કહે કે હું એને હાથોહાથ દઈ દઈશ..

ફરિયાદી: હા પણ હવે તમે મને કીધું ને કે આ ભાઈ(ભાવેશ)ને આપી દેજો કાલ સાંજ સુધીમાં તે ભાઈને,

જિતુ કાછડિયા (કોર્પોરેટર): ત્યારે પણ મેં એ જ કીધું હતું, (25 દિવસ પહેલાં સ્થળ ઉપર),
ફરિયાદી: ત્યારે આપણે 3 જણા ડિસ્ક્સ કરતા હતા,

જિતુ કાછડિયા (કોર્પોરેટર): નહીં, નહીં, વચ્ચે આ રહ્યાને (ભાવેશ), પછી જ આ તમારી શોર્ટ આઉટ થઈ, આ રહ્યા શું કીધું હતું? (ભાવેશને) તમે કીધું હતું કે જવાબદારી મારી,

ફરિયાદી: આપણે 3 બેઠાં બેઠાં નક્કી કરતા હતા (ભાવેશ, જિતુ, ફરિયાદી),

આસિ. મ્યુ. કમિશનર: (ભાવેશને) આવું બધું ડિસકનેક્શન થયું હોય, તમારે ખરેખર એમણે કીધું હોય કે જવાબદારી મારી છે તો પણ એ ના પાડે છે (ફરિયાદી) તો તમારે પૂરું કરવું જોઈએ.

ફરિયાદી: બને ત્યાં સુધી કાલ સાંજ સુધીમાં (02-04-2024) પૂરું થઈ જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!