GUJARAT

સાયકલચોર ઝડપાયો: ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ટ્યૂશન કલાસ નીચેથી  સાયકલની ચોરી કરનાર શખ્સને પોલીસે દબોચ્યો – Bharuch News


ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી ચોરી થયેલી સાયકલ સાથે સાયકલચોરને એ ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.જેની પાસેથી સાયકલ રિકવર કરાઈ છે.

.

પોલીસે તેમના વિસ્તારમાં સીસીટીવી તપાસ્યા હતા
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી 8 મી જુલાઈના રોજ એક સાયકલની ચોરી થઈ હતી.આ મામલે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે સાયકલ ચોરીનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના સર્વેલન્સ પીએસ આઇ ડી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના મહત્વકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલા સી.સી.ટીવી. કેમેરા તથા હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના જવાનો સાથે કામગીરી હાથ ધરી હતી.

પોલીસ ટીમને સાયકલ ચોર અંગે માહિતી મળી હતી
આ સમયે પીએસઆઇ અને ટીમના માણસોને માહિતી મળી હતી કે,શક્તિનાથના સરદાર શોપિંગમાંથી થયેલી સાયકલ ચોરી કરનાર આરીફ શેખ રહે, દેહગામ જે અગાઉ સાયકલ ચોરીના ગુનામાં પકડાયેલો છે તે હાલમાં સાયકલ લઇને ગોદી રોડથી નદેલાવ તરફ સાયકલ લઇને જાય છે.આ માહિતીના આધારે ટીમે આ સાયકલ ચોરને ભૃગુરૂષી બ્રીજ નીચેથી પકડી પાડયો હતો.પોલીસે તેને સાયકલ બાબતે પૂછતાં તેણે આ સાયકલ ટ્યુશનમાં આવતા છોકરાની ચોરી હોવાની કબૂલાત કરી હતી.તેના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.આ પકડાયેલો સાયકલ ચોર શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી નવી તથા મોંઘીદાટ સાયકલો ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!