GUJARAT

મોબાઈલ પશુ દવાખાનું: મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં 1,67,285 પશુઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી – Mehsana News


કલેકટર એમ.નાગરાજનના અધ્યક્ષ સ્થાને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -1962 અને દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના કો – ઓર્ડીનેશન કમિટીની યોજાયેલ સમીક્ષા બેઠક યોજાઈ હતી.કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મહેસાણા શહેર ખાતે કાર્યરત છે.જેના દ્વારા બિન વારસી પશુ પક્ષીઓની નિઃશ

.

જેમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -1962 ની સેવા મહેસાણા શહેર ખાતે તેમજ દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના નીચે મુજબ તાલુકાના દસ ગામોમાં નિઃશુલ્ક પશુઓની સારવાર આપે છે.

૧. સતલાસણા – સુદાસનાં લોકેશન

૨. વિજાપુર – કમાલપુર લોકેશન

3. વિસનગર – ગોઠવા લોકેશન

4. વડનગર – ત્રાસવાડ લોકેશન

5. જોટાણા – મુદરડા લોકેશન

6. ખેરાલુ – મલેકપુર લોકેશન

7. કડી – વલાવડી લોકેશન

8. બેચરાજી – જેતપુર લોકેશન

9. ઊંઝા – વિસોળ લોકેશન

10. મહેસાણા – નદાસા લોકેશન

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -1962 દ્વારા અત્યાર સુધીમાં કુલ -21,869 બિન વારસી પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. તેમજ દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં 1,67,285 પશુઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે.આ બેઠકમાં સંબંધીત સર્વે અધિકારીઓ સહ જોડાયા હતા એમ ને 1962 ના મેનેજર પ્રતિકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!